ઊના. અનલોક 2 જાહેર થતાજ ઊના શહેરમાં કોરોના સંકમણના લીધે જાહેર આરોગ્ય પર જોખમ મંડરાઇ રહ્યુ છે. ત્યારે ભાસ્કર ટીમ એના મુળ કારણો શોધવાની કવાયત આદરી અને કન્ટેઇનમેન ઝોન કરાયેલા 7 વિસ્તારો જે કલેક્ટરે કન્ટેઇનમેન ઝોન જાહેર કર્યા છે. તે વિસ્તારોની ભાસ્કરે બે કલાક સુધી તેની વાસ્તવીકતા ચકાસવા ફર્યા હતા. આ રીયાલીટી ચેકમાં એવી આશ્વર્યજન હકીકત સામે આવી કે જ્યાં પોઝીટીવ કેસ આવેલ છે. એવા વિસ્તારોમાં પણ બહુ આસાનીથી અવર જવર કરી શકે છે. અને કરી રહ્યા હતા. કન્ટેઇનમેન ઝોન માત્ર કાગળ પરજ હતા. ક્યાય કોઇ પણ પ્રકારનું નિયંત્રણજ ન હતું. આ સ્થિતીમાં કોરોના ન વકરે તોજ નવાઇ કહેવાય વાંચો ભાસ્કર ટીમનો કન્ટેઇનમેન ઝોનની વાસ્તવિક પરથી પડતો પાડતો આ રીપોર્ટ.
નગરપાલીકાની જવાબદારી સેનિટાઇઝ કરવાની જવાબદારી હોય છે : ચિફઓફીસર
ઊના પાલીકા ચિફઓફીસર પાર્થિવ પરમાર સાથે વાત કરતા જણાવેલ કે કલેક્ટર દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર થયેલા છે. તે વિસ્તારોમાં સેનેટાઇઝની કામગીરી કરવાની જવાબદારી નગરપાલીકાની હોય છે. અને નગરપાલીકાએ મોટાભાગના વિસ્તાર સેનેટાઇઝ કરી આપેલ છે.
પોલીસની જવાબદારી ફક્ત બંદોબસ્ત આપની હોય છે : પી.આઇ. ચૌધરી
પી.આઇ ચૈધરીએ જણાવેલ કે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર થયા છે. તે વિસ્તાર સીલ કરવાની જવાબદારી પોલીસની નથી. પોલીસે એ વિસ્તાર સીલ થયા બાદ ફક્ત ત્યાથી કોઇ બહાર ન નિકળે તે માટે બંધોબસ્ત આપવાની જવાબદારી હોય છે. તેવું પી.આઇ. ચૈધરીએ જણાવેલ છે.
કેસનોની સંખ્યા વધતી હોવાથી બધુ સીલ કરવું શક્ય નથી : પ્રાંત અધિકારી
ઊના પ્રાંત અધિકારી તેમજ ઇન્સીડન્ટ કમાન્ડર એમ કે પ્રજાપતી સાથે વાત કરતા તેમણે જણાવેલ કે ઊનામાં કેસોની સંખ્યા વધી જતી હોવાથી બધુ સીલ કરવુ શક્ય નથી. પરંતુ નગરપાલીકા દ્વારા સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ છે. અને પોલીસ બંદોબસ્ત મુકવામાં આવેલ છે.