ગોંડલમાં જાહેરમાં ધુળેટી પર્વ નહિ ઉજવી શકાય, વેપારીઓ પીચકારીઓ અને કલર નું વેચાણ બંધ કરે તેવી અપીલ

0
322

ગોંડલ જાહેરમાં ચારથી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં, કોઈ ના ઉપર કલર કે પિચકારી મારી શકાશે નહીં, જો જાહેરનામાનો કોઈ ભંગ કરશે તો પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરશે

ગોંડલ શહેર પંથકમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા હોય જેને અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા હોળી ધૂળેટી પર્વ નિમિત્તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે હોળીની સોશિયલ ડિસ્ટન્સ સાથે ઊજવવાની રહેશે તેમજ ધુળેટી પર્વ નહિ ઉજવવા સખ્ત શબ્દો માં મનાઈ ફરમાવવામાં આવી હોય તેનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ચુસ્ત પાલન કરાવનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ અને સિટી પી.આઈ એસએમ જાડેજાએ જણાવ્યું હતું કે કલેકટરના જાહેરનામા મુજબ હોળી પર્વ એ સોશિયલ ડિસ્ટન્સ નું ચુસ્ત પાલન કરવાનું રહેશે તેમજ ધુળેટી પર્વ ઉજવવા દેવામાં આવશે નહીં જેની શખત શબ્દોમાં સૂચના અપાઇ છે જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો પોલીસ તંત્ર દ્વારા કડક માં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત શહેરના બજારોમાં અને રસ્તાઓ ઉપર પિચકારીઓ કલરનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે આવા વેપારીઓને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે તેઓ પિચકારી અને કલરનું વેચાણ બંધ કરી તંત્રને સાથ સહકાર આપે તેવી અપીલ છે જો કોઈ વેપારી જાહેરનામાંનું ઉલ્લંઘન કરશે તો દંડનાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે તેના કરતાં સ્વેચ્છિક વેચાણ બંધ કરી કોરોના ને વકરતો અટકાવવા તંત્રની મદદ કરે તે ઇચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here