ગોંડલ: કોરોનાના કહેર અને લોકડાઉન સમય વચ્ચે ગોંડલ મામલતદાર ની ટાટા સુમો 1916 નંબર ની લઈ કચેરીના 4 કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા ભોજરાજપરા, જલારામ મંદિર સહિત ના રોડ ઉપર નીકળી લોકોને ધમકાવી ધોકો કાઢી સીન સપાટા કરવામાં આવ્યા હતા બનાવની જાણ સીટી મામલતદાર જાડેજા ને કરવામાં આવતા તેઓ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરો નો લુલો બચાવ કરવામાં આવ્યો હતો અને તેઓને સૂચના આપી દેવામાં આવશે તેવું જણાવાયું હતું.

અલબત્ત આ ઘટના થી શહેરમાં ચર્ચાઓ થઈ રહી છે કે હાલ પોલીસ નું કામ નવરાશ ની પળો માં રેવન્યુ શાખાના કોમ્પ્યુટર ઓપરેટરો કરી રહ્યા છે જો તેઓને આ કામ કરવાનું હોય તો પોલીસ શુ કામ કરશે તેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે.