રાજકોટ. વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા રામનાથપરા-18ના ફરાર સિરાજ યુસુફભાઇ મુલિયાની આગોતરા અરજીને કોર્ટે નામંજૂર કરી છે. દિલ્હીના અનિલ અને રિન્કુએ દુર્ગા કેમિકલના નામથી કેરબામાં દારૂ ભરી રાજકોટ મોકલ્યો હતો. જે આરોપીએ ટ્રાન્સપોર્ટમાંથી છોડાવ્યો હતો. પોલીસ તપાસમાં નામ ખુલ્યા બાદ આરોપી નાસી ગયો હતો. દરમિયાન ફરાર આરોપીએ ધરપકડથી બચવા આગોતરા અરજી કરી હતી. સરકારી વકીલે આરોપી બનાવ બાદ નાસતો ફરતો હોય, ગુનાનું ચાર્જશીટ પણ થઇ ગયું છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તેવી દલીલ કરી હતી જે ગ્રાહ્ય રાખી જામીન ફગાવાયા હતા.