“જૂનાગઢ રેલવે સ્ટેશન થી લઈને ત્રિમૂર્તિ હોસ્પિટલ સુધી ₹106 કરોડના ખર્ચે 2200 મીટર લાંબો ઓવરબ્રિજ બનશે.”

0
444

જૂનાગઢ શહેરને ફાટક મુક્ત કરવા ત્રણ વર્ષ પહેલાં જોશીપરા ખાતે ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત મુકવામાં આવી હતી, રેલવે તંત્રની મંજૂરી મળ્યાં બાદ તેને બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે જૂનાગઢના કેટલાક પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં આ બ્રિજનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જે બ્રિજ ઝાંઝરડા રોડ તરફથી આવતો ટ્રાફિક સીધો રેલવે સ્ટેશન તરફ નીકળે તે રીતે ડિઝાઇન કરાયો છે.

હાલ આ બ્રિજ બનાવવા માટે ₹106 કરોડનો ખર્ચ અંદાજ અપાયો છે. જે બ્રિજ ત્રિમૂર્તિ હોસ્પિટલ થી રેલવે સ્ટેશન સુધીનો બનશે. જેની લંબાઈ 2200 મીટરનો હશે. જેમાં 75 થી વધુ પીલોર બનશે. આ બ્રિજ એક્સ આકારમાં નિર્માણ પામશે. આ બ્રિજ તૈયાર થતા 18 થી 24 મહિના લાગી શકે છે, એટલે જૂનાગઢને હજુ દોઢ-બે વર્ષ સુઘી ટ્રાફિકનો સામનો કરવો પડી શકે છે, તેવું મળતી વિગતોમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here