પતિએ પત્નીને વીડિયો કોલ કરી ગર્લફ્રેન્ડ સાથે બાંધ્યા શારિરીક સંબંધ અને પછી……

0
2349

સુરત : સુરતમાં (Surat) એક અવિશ્વસનીય ઘટના સામે આવી છે. પત્નીથી અલગ થવા માંગતા એક પતિએ તમામ મર્યાદાઓ વટાવી નાખી હોવાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સુરતના અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને માનીએ તો અહીંયા એક પત્ની પાસેથી છુટાછેડા લેવા માગતા પતિએ એવી કરતૂત કરી છે કે જાણીને વિશ્વાસ નહીં થાય. એક પત્નીએ પોતાના પતિના અન્ય મહિલા સાથેના શારીરિક (Husband’s Affair) સંબંધ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પત્નીનો આક્ષેપ છે કે તેના પતિએ પ્રેમિકા સાથે રહેવા માટે ઘર છોડી દીધું હતું. ઉપરાંત તેણે પત્નીને એક વીડિયો કોલ કર્યો અને તેમાં ચાલુ ફોન પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધતા દૃશ્યો દર્શાવ્યા હતા. જોકે, પત્નીએ તેનો સ્ક્રિન શૉટ લઈ લીધો હોવાનો દાવો છે અને તેના આધારે તેણે પોતાના જ પતિ વિરુદ્ધ શહેરના અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતના અમરોલી વિસ્તારમાં પોતાની માતા સાથે રહેતી મહિલાએ તેના પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મહિલાના લગ્ન વર્ષ 2009 માં મનોજ નામના યુવક સાથે પ્રેમ બાદ થયા હતા.

જોકે લગ્ન જીવન દરમિયાન મનોજ થકી તેને બે પુત્રની પ્રાપ્તિ પણ થઇ હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી પતિ મનોજના અડાજણ ખાતે રહેતી ગીતા નામની એક મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને પતિ મનોજ  તેની પ્રેમિકા ગીતાને ત્યાં રહેવા લાગ્યો હતો.

જોકે, પોતાનો લગ્ન જીવન બચવા માટે આ મહિલાએ પતિ મનોજ અને તેની પ્રેમિકા ગીતાને સસમાજવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ બાબતે પતિ સાથે અનેક વખત ઝઘડો થયો હતો. જોકે પતિ મનોજ પ્રેમિકા માટે તેને કેટલીકવાર માર મારતો હતો. જેને લઈને છેલ્લા કેટલાક સમયથી આ મહિલા તેની માતાના ઘરે જતી રહી હતી.

જોકે પતિ અને તેની પ્રેમિકા એટલા બેશરમ  બન્યા હતા, કે ગતરોજ પતિ મનોજે પત્નીને વિડીયો કોલ કરી ને  પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે પત્ની તેને છુટાછેડા નહીં આપે તો ઘરે નહિ આવવાની ધમકી પણ મનોજ આપતો હતો. જેથી પત્નીએ પતિના આ શરીર સંબંધ બાંધતા હોય તે સમયના વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન શોટ લઈ લીધો હતો અને તેના આધારે પતિએ એન તેની પ્રેમિકા વિરુદ્ધ આ મહિલાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ  કરી વધુ તપાસ શરુ કરી છે.