અમદાવાદ: દેશના એરપોર્ટનું ખાનગીકરણ થતા હવે મનમાની થવા લાગી છે. અમદાવાદ એરપોર્ટ પર અદાણીએ પાર્કીંગનો સમય ઘટાડીને ચાર્જ બેફામ વધારી દીધો છે. આ પહેલા એરપોર્ટ પર બે કલાકનો કાર પાર્કીંગનો ચાર્જ રૂા.80 હતો જે અડધો કલાકનો કરીને 90 રૂપિયા કરી દેવાયો છે.
અદાણી એરપોર્ટ પર બે કલાક કાર પાર્કીગ માટે હવે રૂા.80 ના બદલે 150 રૂપિયા ચુકવવા પડશે. આ ચાર્જનાં વધારાની વિગત મુજબ કોચ અને બસ માટે રૂા.500 (30 મીનીટ), રૂા.800 (2 કલાક), મીનીબસ-ટેમ્પો માટે રૂા.300 (30 મીનીટ),રૂા.500 (2 કલાક), ખાનગી-કોમ.કાર રૂા.90 (30 મીનીટ), રૂા.150 (2 કલાક), ટુ વ્હીલર રૂા.30 (30 મીનીટ) રૂા.80 (2 કલાક), કાર્ગો વ્હીકલ ચાર્જમાં કાર-ઓટો-ટેમ્પો રૂા.100 (2 કલાકથી વધુ), રૂા.150 (4 કલાક) ટ્રક રૂા.100 (2 કલાકથી વધુ), રૂા.200 (4 કલાકથી વધુ), ટુ વ્હીલર રૂા.50 (2 કલાક), રૂા.100 (4 કલાકથી વધુ) જાહેર કરાયા છે.