પશ્ચિમ બંગાળ (West Bengal Elections 2021) અને આસામ વિધાનસભા ચૂંટણી (Assam Elections 2021) માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. 10 વાગ્યા સુધીમાં આસામમાં 10.21 ટકા મતદાન થયું છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં 10 વાગ્યા સુધીમાં 15.30 ટકા મતદાન થયું છે. મતદારોએ વોટિંગ (Voting) માટે વહેલી સવારથી જ લાઈનો લગાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ટ્વીટ કરીને જંગી મતદાનની અપીલ કરી છે.
પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાવાનું અને આસામમાં ત્રણ તબક્કામાં યોજાશે. શનિવારે પ્રથમ તબક્કાના મતદાન (Voters) દરમિયાન પશ્ચિમ બંગાળની 30 બેઠકો પર અને આસામની 47 બેઠકો પર મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈને સાંજે 6.30 વાગ્યા સુધી ચાલશે તો આસામમાં સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 30 બેઠકો આદિવાસી વિસ્તાર પુરુલિયા, બાંકુરા, ઝાડગ્રામ, પૂર્વી મેદિનીપુર(ભાગ-1) અને પૂર્વી મેદિનીપુર(ભાગ-2) જિલ્લામાં આવેલી છે, જેના પર એક સમયે લેફ્ટ પાર્ટીનો પ્રભાવ માનવામાં આવતો હતો. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા 191માંથી 19 ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે 2 ઉમેદવાર એવા છે જેમની કુલ સંપત્તિ 500 રૂપિયા બતાવવામાં આવી છે.