સુરતમાં કોવિડ કેર સેન્ટરમાં બે ટ્રસ્ટના ઉપક્રમે દર્દીઓને સમય પસાર કરવા પુસ્તક આપવામાં આવે છે, 1500 બુકની લાયબ્રેરી શરૂ કરવામાં આવી

0
330

સુરત. સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓનો સમય પસાર થાય તે માટે એક સેવા ફાઉન્ડેશન અને કરુણા ટ્રસ્ટ દ્વારા 1500 બુકની લાઈબ્રેરી શરૂ કરી છે, જે ખૂબ જ સારું કામ છે. ઘણા દર્દીઓએ અલગ-અલગ પુસ્તકો વાંચ્યા હતા. એક દર્દીને જ્યારે ટ્રેમાંથી કોઈ એક પુસ્તક વાંચવા માટે સિલેક્ટ કરવા કહેવામાં આવ્યું તો દર્દીએ મૃત્યુનું માહાત્મ્ય નામનું પુસ્તક ઉઠાવી વાંચવાની શરૂઆત કરી દીધી હતી.