ભાણવડમાં 2 અને પોરબંદરમાં 1 ઈંચ વરસાદ, કપાસ અને મગફળીના પાકને ફાયદો થતા ખેડૂતો ખુશ

0
290

સૌરાષ્ટ્રમાં સિઝનનો 67% વરસાદ નોંધાયો, ત્રણ જિલ્લામાં 100%થી વધુ વરસાદ

રાજકોટ. સૌરાષ્ટ્રમાં આજે રવિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ભાણવડમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં બે ઈંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. પોરબંદરમાં પણ સવારે બે કલાકમાં એક ઇંચ વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. જુનાગઢમાં 10 MM, રાણાવાવમાં 6 MM અને ગીરસોમનાથમાં 4 MM વરસાદ નોંધાયો છે. સારા વરસાદથી કપાસ અને મગફળીના પાકને ફાયદો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

રસ્તાઓ પર પાણી ભરાયા
ભાણવડમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બહાર પાણી નીકળી જતા જમીનના તળ ઊંચા આવશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રમાં ચાલુ સિઝનમાં 67% વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં 100%થી વધુ વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં 155%, પોરબંદરમાં 106.91% અને જામનગરમાં 101% વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here