ગોંડલમાં 2 કેસ નોંધાયા, રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1336 પર પહોંચી

0
521

સોરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગમાં ચિંતા

રાજકોટ. સૌરાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. આથી આરોગ્ય વિભાગમાં પણ ચિંતા જોવા મળી રહી છે.ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં આજે રવિવારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સુલતાનપુર તેમજ વેકરીમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે.હંસાબેન પાનસુરિયા (ઉં.વ.70 રહે.વેકરી) અને જયંતીભાઈ વિઠ્ઠલભાઇ (ઉં.વ.61 રહે.સુલતાનપુર)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હેલ્થ ટીમ દ્વારા વિસ્તારમાં સર્વે તેમજ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1336 પર પહોંચી છે.

ભાવનગરમાં કેસની સંખ્યા 1150 થઈ
ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1150 પર પહોંચી છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી સરેરાશ 55 કેસ નોંધાય રહ્યા છે. ગઈકાલે શનિવારે એક જ દિવસમાં રાજકોટ શહેરમાં રેકોર્ડબ્રેક 50 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 15 કેસ નોંધાયા હતા.