દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં 8 અને વઘઈમાં 4 ઈંચ વરસાદ

0
336
  • દક્ષિણ ગુજરાતના 30 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો
  • સુરત જિલ્લાના સુરત સિટી અને ચોર્યાસી કોરાકટ રહ્યા

સુરત. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના ઉમરપાડામાં 8 ઈંચથી વધુ અને ડાંગ જિલ્લાના વઘઈમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના આગાહી કરવામાં આવી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં 8 ઈંચથી વધુ અને ડાંગ જિલ્લાના વઘઈમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સુરત જિલ્લાના સુરત સિટી અને ચોર્યાસી કોરાકટ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે.

ઠેરઠેર નાના પુલો-ગરનાળાઓ પાણીમાં ગરકાવ
ઉમરપાડા તાલુકામાં સાંબેલાધાર આઠ ઇંચ વરસાદ વરસતા તાલુકાના નદી નાળા છલકાઈ ગયા છે તેમજ કેટલાક પુલો ગરનાળા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઇ ગયા હતા. બપોરના સમયે તાલુકા મથક ઉમરપાડા તેમજ કેવડી ખાતે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ઉમરપાડા બજાર તાલુકા મથક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાંબેલાધાર વરસાદ ઝીંકાતા નદી નાળા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા હતા. કેવડી નજીક મુખ્ય માર્ગ ઉપર શરદા ગામે પુલ પાણીમાં ગરક થઇ જતાં વાડી કેવડી ઉમરપાડા વચ્ચેનો વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો. જ્યારે ઉમરપાડા ચાર રસ્તા પ્રવેશદ્વારના ગરનાળા ઉપર પાણી ફરી વળ્યા હતા તેમજ ઠેરઠેર નાના પુલો-ગરનાળાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ખેડૂતોના ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા હતા. ખેડૂતોના ખેતરોમાં જમીન ધોવાણ થઈ હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકોવરસાદ(મિમિ)
ઉમરપાડા215
વઘઈ105
આહવા32
સુબીર30
વ્યારા28
ડોલવણ26
માંગરોળ26
ઉચ્છલ21
કપરાડા20

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here