ઈન્સ્યોરન્સ ફ્રોડના કેસોમાં વધારો, આ 3 સાવચેતી અવશ્ય તમને બચાવશે

0
248
  • છેતરપિંડી જેવા બનાવો વીમા કંપનીઓના ઓપરેટિંગ ખર્ચમાં વધારો કરે છે

ભારતીય વીમા ઉદ્યોગને છેતરપિંડી અથવા ગેરરીતિના કારણે દર વર્ષે કરોડો રૂપિયાનુ નુકસાન થાય છે અને તેની વૃદ્ધિમાં અડચણ લાવવાનું આ એક મુખ્ય કારણ છે. આ છેતરપિંડીની ઉદ્યોગ અને સમાજ બંનેને અસર થાય છે, કારણ કે તેઓ જરૂરીયાત ધરાવતા લોકોને યોગ્ય વીમાનો લાભ આપવા માટે અવરોધ તરીકે કાર્ય કરે છે. છેતરપિંડી જેવા બનાવો વીમા કંપનીઓના ઓપરેટિંગ ખર્ચમાં વધારો કરે છે અને સાથે સાથે તેમના સંસાધનોને કંગાળ કરે છે. પરિણામે, વધારાના ખર્ચની વસૂલાત ગ્રાહકો પાસેથી થાય છે. કેટલીકવાર વધારે પ્રીમિયમ ચૂકવવું પડે છે. તે આવી છેતરપિંડીને કારણે વીમાદાતાને ક્લેમનો ઉકેલ લાવવમાં અડચણો ઉભી કરી છે.

છેતરપિંડી કરનારાઓનો સરળ લક્ષ્ય એવા ગ્રાહકો હોય છે કે જે વીમા પોલિસી ખરીદતી વખતે સાવચેતી ન રાખતા હોય. તેથી, આવી પ્રવૃત્તિઓનો શિકાર ન બનવા અને કોઈપણ નિર્ણય લેતા પહેલા દરેક વસ્તુની સંપૂર્ણ તપાસ કરવી ગ્રાહક માટે જાગ્રત રહેવું મહત્વપૂર્ણ છે. અહીં આ માટેની કેટલીક વિશેષ સાવચેતી આપવામાં આવી છે.

1. કંપનીનો સંપર્ક કરી પોલિસીની પ્રામાણિકતા જાણો
પોલિસીના નિયમો અને શરતોને સમજવા અને ચકાસવા જરૂરી છે. તમે ખરીદેલી પોલિસી અસલી છે કે નકલી તેની ચકાસણી અવશ્ય કરો. આ માટે, કોઈપણ વીમા કંપનીનો સંપર્ક કરી શકો છો અને પોલિસી નંબર શેર કરી તેની પ્રામાણિકતા ચકાસી શકો છો. વીમા કંપનીઓની વેબસાઇટમાં ક્યૂઆર કોડ સુવિધા હોય છે, જ્યાં ગ્રાહકો પોલિસી અસલી છે કે નહીં તે ચકાસી શકે છે.

2. ચેનલની ચકાસણી કરો, એજન્ટ પાસે આઈડી માગો
તે જાણવું અગત્યનું છે કે તમે અધિકૃત વીમા ચેનલ પાસેથી પોલિસી ખરીદી રહ્યા છો કે નહીં? ઉદા. તરીકે, જો તમે ઓનલાઇન પોલિસી ખરીદી રહ્યા હોવ તો, વીમા કંપની વેબસાઇટનું ડોમેન અસલી છે કે નહીં તે તપાસો. કારણ કે છેતરપિંડી કરનારા બનાવટી વેબસાઇટનો ઉપયોગ કરી છેતરપિંડી કરે છે. જો તમે કોઈ એજન્ટ પાસેથી પોલિસી ખરીદી રહ્યા હોય, તો તેની પાસેથી આઈડી માગી લો- ખરીદી કર્યા પછી, વીમા કંપની સાથે પોલિસીની ખાતરી કરો.

3. સુરક્ષિત પેમેન્ટ વિકલ્પ પસંદ કરો
અમારી સલાહ છે કે તમે ફક્ત ચેક, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ચુકવણીની અન્ય ઓનલાઇન પદ્ધતિઓ દ્વારા વીમા કંપનીને સીધુ પ્રીમિયમ ચૂકવો. આ નાણાકીય વ્યવહારની લિંક સ્થાપિત કરવામાં મદદ કરે છે, જે રોકડ ચુકવણીમાં શક્ય નથી. આમ કરવાથી તમે જેની ચૂકવણી કરી છે તેની ખાતરી કરી શકશો.

એક એલર્ટ ગ્રાહક અનેક છેતરપિંડીઓ રોકી શકે છે. આ ઉપરાંત, વીમા કંપનીઓ તેમના તરફથી સંભવિત છેતરપિંડીની ઓળખ કરવા અને છેતરપિંડી કરનારાઓને પકડવા માટે ફોરેન્સિક સાયન્સ, ડેટા એનાલિટિક્સ અને તકનીકીનો પણ ઉપયોગ કરી રહી છે. સરકાર અને નિયમનકારો સાથે વીમા ઉદ્યોગ આ સમસ્યાને ડામવા સતત કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here