રાજકોટ જાક્ઞાની લોધિકા તાલુકા પંચાયતનું વર્ષ ૨૦૨૦-૨૧નું સુધારેલું તથા ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર લોધિકા તાલુકા પંચાયત કચેરી ખાતે અંદાજપત્રની મીટીંગ લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન રાઠોડના અધ્યક્ષસ્થાને મળી ગયેલ છે. તાલુકાના વિકાસ માટે પશુપાલક માટે ૫૧,૭૬,૫૦૦, લોધિકા તાલુકાના બાળકોના પોષણ માટે ૧,૩૧,૦૦,૧૬૦, તાલુકાના લોકો માટે સોલાર સીસ્ટમ ૫,૦૦,૦૦૦, તાલુકામાં ડેરી વિકાસ માટે ૧,૫૦,૦૦૦, તબીબી સેવાઓ માંટે ૧૫,૮૦,૦૦૦ તથા ટોટલ બજેટ ૭,૪૧,૯૭,૮૦૦રૃૂ. તાલુકા વિકાસ માટે મંજુર કરેલ છે.
આ મીટીંગમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા, કારોબારીના ચેરમેન ઘનશ્યામભાઈ ભુવા, આ મીટીંગનું સંચાલન તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરાએ કરેલ હતું.
ખેડૂતલક્ષી, શિક્ષણલક્ષી અને આરોગ્યલક્ષી આ બજેટને આવકારતા જીક્ઞા ચૂંટણી ઇન્ચાર્જ ચેતનભાઈ રામાણી, લોધિકા તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઈ કમાણી, મહામંત્રી દિલીપભાઈ ફંગશીયા, જીલ્લા ભાજપ અગ્રણી અને રાજકોટ-લોધિકા સંઘના ડીરેક્ટર મુકેશભાઈ તોગડીયા, રાજકોટ જીક્ઞા પંચાયતના સભ્ય અલ્પાબેન તોગડીયા તથા મોહનભાઈ દાફડા, રાજકોટ-લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ મનોજભાઈ રાઠોડ, પૂર્વ પ્રમુખ અનિરુધ્ધસિંહ ડાભી, પૂર્વ પ્રમુખ હરિથન્દ્રસિંહ જાડેજા, રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકના ર્ડીરક્ટર બકુલસિંહ જાડેજા, છગનભાઈ મોરડ, લાખાભાઈ ચોવટિયામ પકજભાઈ ગમઢા, મનસુખભાઈ તારપરા, રાજભા જાડેજા, દિગુભા જાડેજા, દિનેશભાઈ બગથરાંયા, વિશાલભાઈ ફાગલીયા, મુનાભાઈ જાડેજા, સંજયભાઈ અમરેલીયાએ આવકારેલ છે. તેમ અંતમા મનોજભાઈ રાઠોડની યાદીમાં જણાવે છે.