રાજકોટમાં કોરોનાનું તાંડવ, 24 કલાકમાં 9 મોતથી ખળભળાટ

0
343

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોનાના કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યારે રાજકોટ (Rajkot) જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 દર્દીનાં મોત થતાં ખળભળાટ મચી ગયો છે.

જો કે સત્તાવાર રીતે એવું કહેવાયું છે કે, કોરોના (corona virus)ના કારણે થયેલાં મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે એ જોતાં સત્તાવાર રીતે મોતનો આંકડો ઓછો બતાવાય એવી શક્યતા છે. રાજકોટમાં ગઇ કાલે સોમવારે કોરોનાના કારણે 3 દર્દીના થયાં હતાં. આ  મોત પૈકી 1 દર્દીનું કોરોનાથી થયું હોવાનો ડેથ ઓડિટ કમિટીએ રિપોર્ટ જાહેર કર્યો છે.

કોરોના વાયરસ (Coronavirus)ના કેસ છેલ્લા ત્રણ દિવસથી ઓછા  નોંધાઈ રહ્યા છે. નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,88,565  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here