આવતીકાલથી મોંઘવારીનો બોંબ ફુટશે, જાણો કઈ-કઈ જીવનજરુરિયાતની વસ્તુઓ મોંઘી થશે ?

0
517

નવી દિલ્હી: આવતીકાલથી મોંઘવારીનો બોંબ ફુટવાનો છે. ટીવી, ફ્રીજ, એસી,  બાઇક, કાર, હવાઇ મુસાફરી, હાઇવે મુસાફરી પરનો ટોલ ટેક્ષ અને  મોબાઇલ વગેરેના ભાર વધી રહ્યા છે. જે જે ચીજોના ભાવ વધી રહ્યા છે તેની યાદી ઘણી લાંબી છે. પેટ્રોલ – ડિઝલ – ગેસના ભાવ વધારાથી ત્રસ્ત પ્રજાને કાલથી બેવડો માર સહન કરવો પડશે.

1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થશે પરંતુ નવા નાણાંકીય વર્ષમાં સામાન્ય માણસને મોંઘવારીનો ઝડકો લાગશે. જીવન જરૂરીયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચશે.

નેશનલ હાઇવેના ટોલથી પસાર થતાં વાહનો પર ટુંક સમયમાં વધેલા ટોલટેક્ષનો બોજ પડશે. 1 એપ્રિલથી ટોલ પ્લાઝાથી પસાર થતાં વાહનોને ટોલ ટેક્ષ ચુકવવો પડશે. જોકે ફાસ્ટેગને ફરજીયાત કર્યા બાદ હવે હાઇવે પર આવેલા ટોલનાકા પર ટેક્ષ વધશે. એનએચએઆઇ તેમના દરેક ટોલ પ્લાઝામાં ટેક્ષ વધારશે.

આવતીકાલથી ટીવી મોંઘા થશે. છેલ્લા કેટલાક મહિનામાં સતત ટીવીના ભાવ વધી રહ્યા છે. ટીવીના ભાવ ૨ હજારથી માંડીને ૩૦૦૦ સુધી વધશે. ચીનથી આયાતના પ્રતિબંધ બાદ ટીવીની કિંમતોમાં વધારો થયો છે.

આવતીકાલથી મોબાઇલ પણ મોંઘા થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઇલેકટ્રોનિકસ પ્રોડકટ પર આયાત ડયુટી વધારવાનું એલાન કર્યું હતું. જેમાં મોબાઇલ પાર્ટસ, મોબાઇલ ચાર્જર, એડોપ્ટર, બેટરી અને હેડફોન વગેરે સામેલ છે.

ડીજીસીએ 1 એપ્રિલથી એએસએફમાં વધારો કરવા જઇ રહ્યું છે. જેનાથી હવાઇ સફર મોંઘી થશે. ડોમેસ્ટીક ફલાઇટમાં ભાડુ ઓછામાં ઓછું 5 ટકા વધશે.

મારૂતિ સુઝુકી સહિત તમામ ઓટો કંપનીઓએ 1 એપ્રિલથી કાર અને બાઇકની કિંમતમાં વધારાનું એલાન કર્યું છે. મારૂતિ સુઝુકી ઉપરાંત નિશાન અને રેનોની કારો 1 એપ્રિલથી મોંઘી થશે. હીરોએ ટુ-વ્હીલરના ભાવોમાં પણ વધારાનું એલાન કર્યું છે. તેના લીધે ફોર વ્હીલર તેમજ તેનાથી વધુ પૈડાવાળા વાહનોને 1લી એપ્રિલે વધેલો ટોલ ટેક્ષ આપવો પડશે.

આ ગરમીમાં નવા એસી અને ફ્રીઝ ખરીદી કરતા લોકોને ઝટકો લાગશે. નાવા નાણાંકીય વર્ષમાં એસી અને ફ્રીઝ મોંઘા થશે. કંપનીઓએ કાચા માલની કિંમતોમાં વધારાના લીધે ભાવ વધારવાનો હવાલો આપ્યો છે. ગયા મહીને ગ્લોબલ માર્કેટમાં ઓવલ – સેલ પેનલના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે.

દૂધના ભાવ 3 રૂપિયાથી વધી 49 રૂપિયા પ્રતિ લીટર કરવાની વાત કહેવામાં આવી રહી છે. એવામાં ઘી, પનીર અને દહીં સહીત દૂધથી બનેલ વસ્તુઓના ભાવ વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here