PSI કોન્સ્ટેબલ યુવતી સાથે શરિર સુખ માણવા હોટલમાં પહોંચ્યા, યુવતીના પતિને થઈ ગઈ જાણ અને પછી………..

0
545

અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલના પ્રેમપ્રકરણને લઈ પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. પીએસઆઇ અને કોન્સ્ટેબલ યુવતી પાલડીની એક હોટલમાં પહોંચ્યા હતા. જોકે, તેની જાણ યુવતીના પતિને થઈ જતા તેઓ હોટલે પહોંચી ગયા હતા. જોકે, હોટલ સ્ટાફે તેમને અટકાવતા અને પીએસઆઇને આ મેસેજ મળી જતાં તેઓ લિફ્ટથી બેઝમેન્ટમાં ઉતરી ભાગી ગયા હતા. પરંતુ મહિલા કોન્સ્ટેબલ પત્ની પતિના હાથે આવી ગઈ હતી. 

એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ અને મહિલા કોન્સ્ટેબલનું પ્રેમપ્રકરણનો ભાંડો ફૂટતા ઝોન-7 પોલીસ કચેરીએ ઇન્કવાયરીનો હૂકમ કરતાં પીએસઆઇનો ખુલાસો પૂછવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ચર્ચા મુજબ ગત શુક્રવારે પોલીસ સ્ટેશન પાસે આવેલી એક હોટલમાં આ આખી ઘટના બની હતી. પીએસઆઇ અને મહિલા કોન્સ્ટેબલ હજુ હોટલના રૂમમાં પહોંચ્યા હતા ત્યાં જ થોડીવારમાં જ યુવતીના પતિ હોટેલ પહોંચી ગયા હતા. 

એક તરફ યુવતીના પતિને હોટલ સ્ટાફે રોકી રાખ્યા હતા. બીજી તરફ પીએસઆઇને મેસેજ મળી જતાં તેઓ ત્યાંથી લિફ્ટ મારફત ભાગી ગયા હતા. પીએસઆઇ તો છટકી ગયા હતા, પરંતુ પતિને પત્ની હોટલમાંથી મળી આવી હતી. જોકે, દંપતીએ આ અંગે બીજી કોઈ કાર્યવાહી કરી નથી. જોકે, આ પ્રેમપ્રકરણની વાત ઝોન-7 ડીસીપી સુધી પહોંચતા ડીસીપીએ એસીપીને ઇન્કવાયરી કરવા આદેશ આપ્યા છે. 

આ કિસ્સામાં કોઈ તથ્યો પ્રકાશમાં આવશે કે નહીં તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. જોકે, હોટલના સીસીટીવી તપાસવામાં આવે તો ઘટનાનું સત્ય સામે આવી શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here