ગોંડલના ગુંદાળા રોડ પર આડા ઉતરેલા બાઈકને કારે ફંગોળ્યું, મહિલા સહિત બેને ગંભીર ઇજા

0
595

બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ગોંડલના ગુંદાળા રોડ પર આડા ઉતરેલા બાઈકને કારે ટક્કર મારતા ફંગોળાયું હતું. આથી બાઈકમાં સવાર સંજય ભીમજીભાઇ પરમાર (ઉં.વ.40) અને પ્રભાબેન ઘનશ્યામભાઇ વાઘેલા (ઉં.વ.44) રોડ પર પટકાયા હતા. આ બંનને ગંભીર ઈજા પહોંચતા ગોંડલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. કારચાલક ચાલુ કારે પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારતો હતો. આથી અકસ્માતના LIVE દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા છે.

કાર ચાલક બોલે છે કે એક જ મિનિટ આવ્યો
કારચાલક વીડિયોમાં મોબાઈલમાં કોઈની સાથે વાત કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે. કારચાલક સામેવાળી વ્યક્તિને કહે છે કે એક જ મિનીટમાં આવ્યો હો. બાદમાં કારની આડે બાઇક ઉતરે છે અને કાર તેની સાથે ધડાકાભેર અથડાય છે. કારનો આગળનો કાચ પણ તૂટેલો જોવા મળે છે. તેમજ બાઈકને પણ નુકસાન પહોંચ્યું હતું.