રાજકોટના માંડવી ચોકના જૈન દેરાસરમાં ચોકાવનારી ઘટના બની છે. દેરાસરમાં ચોર પીપીઈ કીટ પહેરીને ચોરી કરવા આવ્યો.. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કોરોનાની મહામારી વચ્ચે ચોર પણ હવે હાઈટેક બન્યા હોય તેવું સામે આવ્યુ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ચોર પીપીઈ કીટ પહેરીને જૈન દેરાસરમાં પ્રવેશી રહ્યો છે.
રાજકોટમાં આ દેરાસર પ્રાચિન છે. રાત્રીના સમયે ચોર કળા કરીને ફરાર થઈ ગયો હતો. તો દેરાસરમાં આવેલા ચોરે સીસીટીવી કેમેરા પણ બંધ કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે તસ્કરે દાન પેટી તોડી 80 હજાર રૂપિયાની ચોરી કરી છે. ત્યારે ચોરીની ઘટના અંગે શહેરની એ ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.