સાબરકાંઠા: કલેકટરે લીધી સસ્તા અનાજની દુકાનની મુલાકાત, યોગ્ય માત્રામા પુરવઠાનો જથ્થો હાજર

0
418

સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસને પગલે અગમચેતીના તમામ પગલા વહિવટી તંત્ર દ્રારા લેવાઇ રહ્યા છે સાથે જિલ્લાની જનતાને જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ મળી રહે તે બાબતનુ પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જિલ્લામાં જરૂરીયાતમંદ લોકોને મફત અન્ન પુરવઠાનુ વિતરણ થઈ રહ્યું છે જેને પગલે લોકોની ભીડ થવા સંભાવના હોવાથી આ બાબતે સામાજિક અંતર જળવાઇ રહે તે બાબત સુનિચ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર સી.જે. પટેલે સ્વંયમ અનાજની દુકાનોની મુલાકાત લીધી હતી.


    સાબરકાંઠા જિલ્લામાં લોકડાઉનના સમયમાં જરૂરીયાતમંદ લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહે અને રાજ્ય સરકાર દ્રારા રાશન કાર્ડ ધારકો તેમજ અન્નબહ્મ યોજના હેઠળ જરૂરીયાતમંદ લોકો  માટે મફત અન્ન વિતરણની જાહેરાત કરી છે. આ પુરવઠો લેવા આવનારા લોકો સામાજિક અંતરનુ ધ્યાન રાખી અને તમામ લોકોને તેમની જરૂરીયાત મુજબ પુરવઠો મળે છે તેનુ ખાસ ધ્યાન રાખવા વહિવટીતંત્ર જિલ્લા કલેક્ટર દ્રારા સુચન કરવામાં આવ્યું હતું. આ મુજબ વ્યવસ્થા થાય અને લોકોને કોરોના સંક્રમણથી બચાવી સામાજિક અંતર રાખી પુરવઠો મળે છે કે નહિ તે માટે મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, વધુમાં ઉમેર્યું હતુ કે જિલ્લામાં અને રાજ્યમાં પુરતા પ્રમાણમાં અન્ન પુરવઠો ઉપલબ્ધ છે તેથી કોઇએ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી સૌ કોઇ ઘરમાં રહે સુરક્ષિત રહે. વહિવટીતંત્રને લોકડાઉનમાં સહયોગ આપે.

(અહેવાલ:-નીતિન પટેલ, સાબરકાંઠા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here