ગોંડલ. ગોંડલના જીવાદોરી સમાન આશાપુરા ડેમ પાસે વહેતા વહેણને કારણે વ્યાપક પ્રમાણમાં શેવાળ જામ્યો હોય તેમ છતાં પણ કેટલાક વાહનચાલકો ત્યાંથી પસાર થવાની કુચેષ્ટા કરતા હોય ધોબી પછડાટ ખાવાનો વારો આવી રહ્યો છે. હાલ આવા અનેક વીડિયો જાહેર થયા હોય રમુજી પ્રસરી રહી છે ત્યારે આ ઘટનાને રમૂજમાં લેવાના બદલે ગંભીરતાથી લેવાની ખાસ જરૂર છે.
કારણકે પછડાટ ખાવાથી હાથ-પગ કે શરીરના કોઈપણ ભાગમાં ફ્રેક્ચર થવાની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે તેમ છે પાલિકા તંત્ર દ્વારા આ જગ્યા પર સાઈન બોર્ડ મૂકવામાં આવ્યું છે સાથે સિક્યુરિટી મેન ની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠવા પામી છે સદનસીબે આ પુલ પર ગ્રીલ છે અન્યથા કોઈપણ વાહન ચાલક સીધો લપસીને સેતુબંધ ડેમમાં પડે તો જીવનું જોખમ પણ થઈ જાય તેમ છે.