છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ; 5 જવાન શહીદ, 3 નક્સલવાદી પણ ઠાર

0
78
  • છત્તીસગઢના તર્રમ ક્ષેત્રના સિલગેરના જંગલમાં અથડામણ સર્જાઈ
  • CRPF,DRG,જિલ્લા પોલીસદળ અને કોરા બટાલિયનના જવાન તપાસ માટે નીકળ્યા હતા

છત્તીસગઢના બીજાપુરમાં શનિવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા છે. આશરે 3 કલાકથી વધારે સમય સુધી ચાલેલી અથડામણમાં કોબરાના 1, બસ્તરિયા બટાલિયનના 2 અને DRGના 2 જવાન શહીદ થયા છે. 3 નક્સલિયો પણ ઠાર કરવામાં આવ્યા છે, જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે. આ અથડામણમાં 12 જવાન ઈજાગ્રસ્ત થયા છે. SP કમલ લોચન કશ્યપે આ ઘટનાની પૃષ્ટિ કરી છે.

અથડામણ ઝીરમ હુમલાના માસ્ટરમાઈન્ડ હિડમાના ગામમાં થઈ

અથડામણ ઝીરમ હુમલાના માસ્ટરમાઈન્ડ હિડમાના ગામમાં થઈ

આ ઘટના ઝીરમ હુમલાના માસ્ટરમાઈન્ડ હિડમાના ગામમાં થઈ છે. હુમલો કરનારા નક્સલવાદીઓ આ ટીમના સભ્યો હતા. ઘણા સમયથી આ ગામમાં નક્સલવાદીઓનો જમાવડો થયેલો હતો. આ અંગે માહિતી મળતા જવાનો ત્યાં પહોંચ્યા હતા.

છત્તીસગઢમાં છેલ્લા 10 દિવસમાં બીજી વખત નક્સલવાદીઓ તરફથી હુમલો થયો છે. આ અગાઉ 23 માર્ચના રોજ હુમલામાં પણ 5 જવાન શહીદ થયા હતા. આ હુમલો નક્સલવાદીઓના નારાયણપુરમાં IED બ્લાસ્ટ કરી કરવામાં આવ્યો હતો.

ગંગાલૂર ક્ષેત્રના ચેરપાલ નજીક મોદીપારામાં CRPF 85 બટાલિયનના જવાનોએ 8 કિલો IED વિસ્ફોટક જપ્ત કર્યો છે. ત્યાર બાદ એનો નાશ કરાયો છે.

ગંગાલૂર ક્ષેત્રના ચેરપાલ નજીક મોદીપારામાં CRPF 85 બટાલિયનના જવાનોએ 8 કિલો IED વિસ્ફોટક જપ્ત કર્યો છે. ત્યાર બાદ એનો નાશ કરાયો છે.

તર્રમ પોલીસ સ્ટેશનથી CRPF, DRG, જિલ્લા પોલીસ દળ અને કોબરા બટાલિયનના જવાનો સંયુક્ત રીતે તપાસ કરવા નીકળ્યા હતા. આ સમયે સિલગેરના જંગલમાં નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ સંજોગોમાં જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. જવાનોને રેસ્ક્યુ કરવા માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે.

જવાનોને નિશાન બનાવવા માટે લગાવવામાં આવેલું 8 કિલો IED મળી આવ્યું
બીજી બાજુ, ગંગાલૂર વિસ્તારના ચેરપાલ પાસે મોદીપારામાં CRPF 85 બટાલિયનના જવાનોએ 8 કિલો IED વિસ્ફોટક જપ્ત કર્યાં છે. નક્સલવાદીઓએ તેને જવાનોને નિશાન બનાવવા માટે પ્લાન્ટ કર્યો હતો. આ માટે જવાનોને નિશાન બનાવવાની યોજના ઘડવામાં આવી હતી. બાદમાં અનેક વિસ્ફોટકોનો નાશ કરવામાં આવ્યો છે.

23 માર્ચના રોજ નક્સલવાદીઓએ નારાયણપુરમાં બ્લાસ્ટ કર્યો હતો, 5 જવાન શહીદ થયા હતા
10 દિવસ અગાઉ 23 માર્ચના રોજ નક્સલવાદીઓએ નારાયણપુર જિલ્લામાં DRG જવાનોથી ભરેલી બસમાં બ્લાસ્ટ કર્યો હતો. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા હતા, જ્યારે 12 ઈજાગ્રસ્ત થયા હતા. બ્લાક સમયે બસમાં 24 જવાન હતા. માહિતી મળતા જ બેકઅપ ફોર્સને મોકલી દેવામાં આવી હતી. તમામ જવાન એક ઓપરેશનને પાર પાડી પરત આવી રહ્યા હતા.

શાંતિ મંત્રણા માટે પ્રસ્તાવ મોકલ્યા બાદ હુમલા વધ્યા
નક્સલવાદીઓએ 17 માર્ચના રોજ શાંતિ મંત્રણા માટે પ્રસ્તાવ સરકાર સમક્ષ રજૂ કર્યો. નક્સલવાદીઓએ પણ કહ્યું હતું કે પ્રજાના કલ્યાણ માટે છત્તીસગઢ સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે વાતચીત માટે ત્રણ શરત પણ રજૂ કરી હતી. તેમા સશસ્ત્ર દળોને હટાવવા, માઓવાદી સંગઠનો પરના પ્રતિબંધ હટાવવા તથા જેલમાં બંધ નેતાઓને કોઈ પણ શરતો વગર મુક્ત કરવાનો સમાવેશ થતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here