ગોંડલ વેક્સિનેશન સેન્ટરો ઉપર દરરોજ 1000 આસપાસ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે
ગોંડલ શહેરમાં કોરોના ના કેસ વધવાની સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે 54 બેડની સુવિધા ધરાવતી ગોંડલની સરકારી કોવિડ હોસ્પિટલમાં 30 બેડ ઉપર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જ્યારે 100 થી વધુ લોકો હોમ corentin હોય લોકોએ સ્વેચ્છિક જાગૃતિ દાખવવાની જરૂર જણાઈ રહી છે.
પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ અને બ્લોક હેલ્થ ઓફિસર ગોયેલ અને નગરપાલિકાના સહિયારા પ્રયાસોથી રાજપૂત સમાજ ની વાડી જૈન ઉપાશ્રય ભોજરાજપરા અમૃત કોવિડ હોસ્પિટલ ગંગોત્રી સ્કૂલ ગુંદાળા રોડ સરકારી હોસ્પિટલ ભગવત પરા અને અર્બન હેલ્થ સેન્ટર દોમડીયા સોસાયટી ખાતે દરરોજ એક હજાર લોકોને વેકેશન આપવામાં આવી રહી છે ગ્રામ્ય વિસ્તારમાં પણ વ્યક્તિને કાર્ય ચાલી રહ્યું હોય પરંતુ ચિંતાનો વિષય એ છે કે વેક્સિન લેવા માટે લોકોને જાગૃત કરવા જરૂરી છે ઘણા લોકો વેકસીનથી ગભરાઈ વેકસીન લઈ રહ્યા નથી.
શહેરની નાની-મોટી બજાર, શાકમાર્કેટમાં લોકો માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સ જળવ્યા વગર વ્યાપક પ્રમાણમાં એકઠા થઈ રહ્યા છે આવી જ પરિસ્થિતિ ખાણીપીણીની લારીઓ પર અને પાનના ગલ્લે પણ થઈ રહી છે પોલીસ અને સરકારી તંત્ર દ્વારા દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.