બોમ્બે હાઈકોર્ટે કહ્યું- CBI 15 દિવસમાં તપાસ કરે, ગૃહ મંત્રી પર આરોપ છે માટે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી શકતી નથી

0
235

પરમબીર સિંહનું કહેવું છે કે ગૃહ મંત્રી દેશમુખે સસ્પેંડેડ API સચિન વઝેને 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો. ફાઇલ ફોટો

  • બોમ્બે હાઈકોર્ટે CBIને 15 દિવસમાં તપાસ કરવાના આદેશ આપ્યા
  • પરમબીર સિંહે દેશમુખના બંગલાના CCTVફૂટેજની તપાસ કરવાની માંગ પણ કરી

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના કેસમાં બોમ્બે હાઈકોર્ટે CBIને 15 દિવસમાં પ્રાથમિક તપાસ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે આરોપ નાના નથી અને રાજ્યના ગૃહ મંત્રી પર છે, એટલા માટે પોલીસ તેની નિષ્પક્ષ તપાસ કરી શકતી નથી. કોર્ટે આ આદેશ ડો. જયશ્રી લક્ષ્મણરાવ પાટિલે કરેલી જાહેરહિતની અરજી બાબતે આપ્યો હતો.

પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. અરજીમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે CBI તપાસ કરવાની માંગ કરી હતી. આ સાથે જ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરના પદથી ટ્રાન્સફર કરવાના આદેશને પણ પડકારવામાં આવ્યો છે. આ પહેલા અનિલ દેશમુખ સામે CBI તપાસની માંગ અંગે પરમબીર સિંહે સુપ્રીમ કોરટમાં અરજી કરી હતી, જેને ફગવતા સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટમાં જવા કહ્યું હતું.

કોર્ટે પહેલા ડો. જયશ્રી પાટિલને ઝટકો આપ્યો હતો
હાઈકોર્ટે આ પહેલા જયશ્રીને તેમની અરજી બાબતે ફટકાર લગાવી હતી. જસ્ટિસ એસ એસ શિંદેની બેન્ચે કહ્યું હતું કે, અમાને લાગે છે કે આ પ્રકારની અરજી સસ્તા પ્રચાર માટે કરવામાં આવે છે. આપ કહો છો કે તમે ગુનાહિતશાસ્ત્ર (Criminology)માં ડોકટરેટ છો, પરંતુ આપની તરફથી ડ્રાફ્ટ કરેલ એક પણ પેરેગ્રાફ અમને બતાવો.

આપની સમગ્ર અરજી એક પત્ર (પરમબીર સિંહે CMને લખેલ પત્ર)થી નીકળેલા પેરેગ્રાફ પર આધારિત છે. આમાં તમારી મૂળ માંગ ક્યાં છે? તમારા મુદ્દા ક્યાં છે? ‘ આ અંગે એડવોકેટ પાટીલે જણાવ્યું હતું કે પહેલા પોલીસ પાસે ફરિયાદ લઈને ગયા હતા, પરંતુ ત્યાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.

કોર્ટે પરમબીરને પર ઝટકો આપ્યો હતો
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પરમબીરસિંહને ફટકાર લગાવતા કહ્યું હતુ, ‘તમે કોઈ સામાન્ય માણસ નથી. ખોટા કાર્ય સામે ફરિયાદ નોંધાવવી તે તમારી જવાબદારી હતી. એ જાણ્યા છતાં કે તમારા ‘બોસ’ તરફથી ગુનો કરવામાં આવી રહ્યો છે, તમે ચૂપ રહ્યા. હાઇકોર્ટે પૂછ્યું હતું કે પોલીસમાં ફરિયાદ નોંધ્યા વગર CBI તપાસનો આદેશ કેવી રીતે આપી શકાય છે?. કોર્ટે પૂછ્યું કે તમે ગૃહ મંત્રી સામે પોલીસમાં ફરિયાદ કેમ નોંધાવી નહીં? જો ફરિયાદ નોંધાઈ ન હોત તો તમે મેજિસ્ટ્રેટ પાસે ગયા હોત, તમે હાઇકોર્ટને મેજિસ્ટ્રેટ કોર્ટમાં બદલી શકતા નથી.’

પરમબીર સિંહના આરોપ
પરમબીર સિંહનું કહેવું છે કે ગૃહ મંત્રી દેશમુખે સસ્પેંડેડ API સચિન વઝેને 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો. પરમબીર સિંહનો દાવો હતો કે તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ આ વાત જણાવી હતી, પરંતુ કેટલાક દિવસ બાદ જ તેમનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. પરમબીરે પોતાના ટ્રાન્સફરના આદેશને પણ પડકાર્યો છે. તેમનું કહેવું છે કે ટ્રાન્સફર-પોસ્ટિંગ પર અધિકારી રશ્મિ શુક્લાના રિપોર્ટની તપાસ કરવી જોઈએ.

પરમબીર સિંહનો દાવો છે કે ગૃહ મંત્રી દેશમુખ સચિન વઝેની સાથે પોતાના બંગલા પર સતત બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન 100 કરોડ કલેક્શનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરમબીરે દેશમુખના બંગલાના CCTVફૂટેજની તપાસ કરવાની માંગ પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here