રાજ્યના વાહનચાલકો માટે શું આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો

0
482

ગાંધીનગરઃ ગુજરાત અને દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. જેને લઈ થોડા દિવસ પહેલા કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી.બુકની માન્યતા વધારવાનો ફેંસલો કર્યો હતો. કેન્દ્ર સરકારના આદેશના પગલે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે પણ આદેશ કર્યો છે. જે મુજબ રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આર સી બુકની વેલીડિટી વધારીને 30 જુન 2021 કરવામાં આવી છે.

30 જૂન સુધી વેલિડ માનવામાં આવેશે ડૉક્યૂમેન્ટ્સ….

કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ઝડપથી ફેલાઇ રહેલી કોરોના મહામારીના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે. સરકાર અનુસાર જે ડૉક્યૂમેન્ટ્સ એક ફેબ્રઆરી 2020એ એક્સપાયર થઇ ગયા હતા, તે હવે 30 જૂન 2021 સુધી વેલિડ માનવામાં આવશે. ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસીબુક થઇ ગઇ છે એક્સપાયર તો ના કરો ચિંતા, હવે 30 જૂન સુધી વેલિડ રહેશે આ ડૉક્યૂમેન્ટ, ગયા વર્ષ પણ માર્ગ અને પરિવહન મંત્રાલયે આ ડેટને લંબાવી હતી

આદેશનુ થાય પાલન…

માર્ગ અને પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ આદેશનુ પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે. સરકારનુ કહેવુ છે કે આ દસ્તાવેજોને 30 જૂન સુધી વેલિડ માનવામાં આવે, જેનાથી વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટર્સને કોઇપણ પ્રકારની પરેશાની ના થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here