શહેરમાં ઘોંઘાટ કરતી બુલેટ મોટરસાઇકલો સામે પોલીસ ની લાલ આંખ, અસંખ્ય બુલેટ ગાડીઓ કબ્જે કરવામાં આવી

0
1212

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં છેલ્લા ઘણા સમયથી બજારો તેમજ જાહેર વિસ્તારોમાં વધુ અવાજ કરતી બુલેટ મોટર સાઈકલોનો ત્રાસ વધતો જઇ રહ્યો છે.


મોટાભાગના બુલેટ ચાલકો દ્વારા તેમાં વધુ અવાજ આવે તે માટે સાઇલેશન વગેરેમાં કીટ ફિટ કરવામાં આવે છે જેને લીધે અવાજ વધારે આવે જેને લઇ લોકો ત્રાસી ગયા હતા અને આ બાબતે પોલીસને ફરિયાદ મળતા માંગરોળ પોલીસ પી એસ આઈ વીરેન્દ્ર સિંહ સોલંકી ની અધ્યક્ષતામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેર માંથી આવી અસંખ્ય બુલેટ મોટરસાઇકલો પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી.


આગામી સમયમાં પણ પોલીસ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ ની યાદીમાં જણાવવામાં આવ્યું હતું

અહેવાલ- ઈમરાન બાંગરા, માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here