કંડકટર ચાલુ ફરજે દારૂ પીવાની ટેવ વાળો હોય એસટી તંત્ર દ્વારા ગુજરાત સાઈડથી સજાના ભાગ રૂપે ગોંડલ બદલી કરવામાં આવી હતી

0
540

ગોંડલ એસટી ડેપોની કવાંટ-છોટાઉદાયપુર-ગોંડલ રૂટની બસ GJ18Z 1430 ગોંડલ તરફ આવી રહી હતી ત્યારે નેશનલ હાઇવે હડમતાલા પાટિયા પાસે રાજકોટ એસટીની લાઇન ચેકીંગ ટીમે ચેક કરતા કંડકટર કમલેશ ધર્મચંદભાઈ દોશી ઉ.વ.56 રહે સાણંદ અટલ રેસિડેન્સી, પાસેના થેલા માંથી ઈંગ્લીશ દારૂની બોટલ બે નંગ મળી આવતા કંડકટરની અટક કરી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમા જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ફરવામાં આવી હતી. આ કામગીરી મા રાજકોટ લાઇન ચેકીંગ ટીમ મા મુકેશસિંહ જાડેજા, આર પી સોલંકી, મનુભાઈ ડ્રાયવર દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here