વિવાદોમાં ચાલી રહેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનીલ દેશમુખે સોમવારે પોતાનું રાજીનામું રજુ કર્યું છે. તેમણે ટ્વીટર પર પોતાનું રાજીનામું પણ શેર કર્યું છે, તેમાં તેમણે કહ્યું છે કે તે નૈતિક્તાની દૃષ્ટીના આધાર પર પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આગ્રહ કર્યો છે કે તે રાજીનામાનો સ્વીકાર કરે અને તેમને પદમુક્ત કરે.અનીલ દેશમુખે મરાઠીમાં લખેલા રાજીનામામાં કહ્યું છે કે હવે જ્યારે હાઈકોર્ટની તરફથી સીબીઆઈની તપાસનો આદેશ અપાયો છે ત્યારે તેમનું પદ પર રહેવું નૈતિક રૂપે સારુ નથી, તેથી પોતાના પદથી રાજીનામું આપી રહ્યા છે.
સોમવારે બોમ્બે હાઈકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને આક્ષેપોની પ્રાથમિક તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યા બાદ તેમનું રાજીનામું આપવામાં આવ્યું છે, જેમાં મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરબીર સિંહે દેશમુખ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો કે તેમણે પોલીસ અધિકારીઓને વસૂલવાની લક્ષ્ય આપ્યું હતું.પરમબીરસિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો અંગે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેમણે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પરમબીરના આક્ષેપો મુજબ દેશમુખે ઘણા પોલીસ અધિકારીઓને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાની સૂચના આપી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને મહારાષ્ટ્ર ભાજપના અગ્રણી નેતા દેવેન્દ્ર ફડણવીસે આજે જ એક નિવેદન આપ્યું હતું કે આ હુકમ બાદ દેશમુખે નૈતિક કારણોસર તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.