હાર્દિક પંડ્યા સગા ભાઈ માટે નથી લેતો ક્યારેય બ્રાન્ડેડ વસ્તુઓ, કારણ છે કંઈક આવું

0
484

હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાનો પાર્ટી બોય કહેવામાં આવે છે . તે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓની જેમ પાર્ટી કરવામાં અને મસ્તમોલા બનીને જીવન વ્યતિત કરવામાં માને છે. હાર્દિકથી વિપરીત, તેનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા સરળ અને સાદાઈથી જીવન જીવે છે. હાદિકે એક મુલાકાતમાં કહ્યું હતું કે, તે કૃણાલ પંડ્યાને બ્રાંડેડ વસ્તુઓને લાયક સમજતા નથી, કારણકે, તે મોંઘી વસ્તુઓની કદર કરતો નથી. તેઓ દરેકનો ઉપયોગ એ જ રીતે કરે છે .

હાર્દિક અને કૃણાલે વિયૂ ઈન્ડિયાના શો ‘વોટ ધ ડક’ માટે વિક્રમ સાઠ્યેને ઈન્ટરવ્યૂ આપ્યુ હતુ. શોમાં વિક્રમે હાર્દિકને કહ્યું હતું કે, તમે ખરીદીના માસ્ટર છો. જો તમે ખરીદી કરવા નીકળ્યા છો, તો તમે કૃણાલ માટે શું લાવશો? તેની ઉપર કૃણાલે ફટાક દઈને કહ્યુ, કશું જ નહી. હું સેકન્ડ હેન્ડ વસ્તુઓ ઉપયોગ કરું છું, તેણે કાઢી નાંખેલા કપડા પહેરું છું. ત્યારે હાર્દિકે કહ્યું,”મારી અને તેની સ્ટાઇલ જુદી છે. “હું તેના માટે કંઇ લાવતો નથી. હું પ્રયત્ન કરું છું, પરંતુ મને લાગે છે કે જો આ વસ્તુ આટલી મોંઘી હોય તો તે પહેરી શકશે કે નહીં . પછી મને લાગે છે કે ના, તે નહી પહેરી શકે.”

આ પછી , કૃણાલે કહ્યું, “તેના મુજબ, મોંઘી વસ્તુ મારા પર સારી લાગતી નથી. હજી સુધી મેં કરેલા કંઈપણ પર મે વિશ્વાસ કર્યો નથી. ભલે હું ક્રિકેટ રમું છું, પછી ભલે હું અહીં છુ અથવા હું સારી ગાડીમાં બેઠો છું. તે માનતો નથી.”

ત્યારબાદ હાર્દિકે કહ્યું, “જો હું વસ્તુઓ ખરીદુ તો હું તેનું ધ્યાન રાખું છું. હું દરેકને પગરખાં, ચશ્મા, ઘડિયાળ અથવા ગાડીને પ્રેમથી રાખું છું. તમને કોઈ પર એક પણ સ્કેચ મળશે નહીં, પરંતુ આ માણસ મોટી બ્રાન્ડ હોય કે નાની બ્રાન્ડનો એક જ રીતે ઉપયોગ કરે છે. મોટી બ્રાન્ડસને તેણે થોડું વધારે માન આપવું જોઈએ.”

કૃણાલે કહ્યું કે, હું દરેકને બરાબર રાખું છું. હું ભેદભાવ રાખતો નથી. “આ તરફ હાર્દિકે કહ્યું, “તેથી આ માણસ ડિઝર્વ કરતો નથી. તેથી જ હું તેના માટે કંઈપણ ખરીદતો નથી. હું પંખુરી ભાભી માટે ખરીદી કરું છું. તે ડિઝર્વ કરે છે. પતિ આ છે પણ તેણે કશું આપ્યુ નથી. હું જ વધારે ખરીદી કરીને આપુ છું.”

કૃણાલે બાદમાં કહ્યુ, “પંખુરી અને હાર્દિક મુજબ મારી પસંદ ખરાબ છે. હાર્દિક મુજબ, મે ફક્ત એક જ સારું કામ કર્યુ છે અને તે છે પંખુરી સાથે લગ્ન.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here