આજથી 10 દિવસ માટે સુરતથી સમગ્ર રાજ્યમાં આવતી-જતી ST તથા ખાનગી બસ બંધ

0
381
  • કોરોના સંક્રમણને પગલે બસ સેવા બંધ કરાય
  • અન્ય વિસ્તારોમાં બસ સેવા રાબેતા મુજબ ચાલુ

સુરત. કોરોનાનું સંક્રમણ સુરતમાં વધતાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા કમિશનર વાહન વ્યવહારની કચેરી દ્વારા આજથી ST(સ્ટેટ ટ્રાન્સપોર્ટ) અને ખાનગી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. આ સેવા 10 દિવસ સુધી બંધ રહેશે. આ સમય ગાળા દરમિયાન ખાનગી વાહન, ગૂડઝ પરિવહન વાહન, ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલુ રહેશે.

સમીક્ષા બાદ બસ સેવા બંધ કરાય
સરકાર દ્વારા જાહેર કરેલા અનલોક-1 તથા 2ની ગાઈડલાઈન મુજબ ST બસ તથા ખાનગી બસ સેવા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન, બસોનું સેનિટાઈઝેશન વગેરે રાજ્યમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ ઉપડતી ખાનગી અને ST બસ સેવા આજથી 10 દિવસ માટે બંધ કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં ST બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here