છત્તીસગઢ હુમલોઃ ‘પ્લીઝ, મારા પપ્પાને છોડી દો’ ખોવાયેલા કોબરા કમાન્ડોની 5 વર્ષની દીકરીની અપીલ

0
260

છત્તીસગઢ નકસલી હુમલામાં કથિત અપહરણ કરવામાં આવેલા કોબરા કમાંડોની પાંચ વર્ષની દીકરીએ પોતાના પિતાને છોડી દેવાની અપીલ કરી છે. બાળકીનો એક વીડિયો જાહેર થયો છે, જેમાં તે રડતાં રડતાં કહે છે કે પ્લીઝ મારા પપ્પાને છોડી દો. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ કોબરા કમાન્ડો રાકેશ્વર સિંહ મન્હાસના પરિવારનું કહેવું છે કે હુમલા બાદથી તેમના સાથે કોઈ સંપર્ક નથી થયો. આપને જણાવી દઈએ કે આ હુમલામાં સુરક્ષાદળોના 22 જવાનો શહીદ થઈ ગયા છે.

એક ન્યૂઝ એજન્સી મુજબ તેમની પત્ની મીનૂએ જમ્મૂમાં ઘરે મીડિયા સાથે વાત કરતાં હ્યું કે અમને ન્યૂઝ ચેનલથી હુમલાની જાણકારી મળી અને ખબર પડી કે તે ગુમ છે. સરકાર અને સીઆરપીએફમાંથી કોઈએ અમને આ ઘટનાની જાણકારી આપી નથી.

તેમણે કહ્યું કે, જમ્મૂ સ્થિત સીઆરપીએફ મુખ્યાલયથી મિન્હાસના અંગે જાણકારી પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. મીનૂએ કહ્યું કે, મને ત્યાંથી કહેવામાં આવ્યું કે તે મારી સાથે કોઈ જાણકારી શેર કરી શક્શે નહીં. તેમણે કહ્યું કે તસ્વીર સાફ થયા બાદ મને વધુ કહેશે. તેમના પતિ દસ વર્ષથી દેશની સેવા કરી અને હવે સરકારની વારી છે કે તે તેમને સુરક્ષીત પાછા લાવે. તેમણે કહ્યું કે, રાજ્યપાલ મનોજ સિન્હા સાથે આ મામલે કેન્દ્રને અપીલ કરવાની વાત કરી છે અને આગ્રહ કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ સાથે મારા પતિને સુરક્ષિત પાછા અપાવવા માટે કહે.

સોમવારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે બની શકે કે કમાન્ડોના નક્સલીઓએ અપહરણ કરી લીધું હોય. બસ્તરના આઈજીપી સુંદરરાજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, એક શોધખોળ દળ ખોવાયેલા જવાનને શોધી રહ્યું છે. અમને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી છે કે તેમને નક્સલીઓએ પકડી લીધા છે. જેના સત્ય હોવાની સંભાવના છે, અમે જાણાકરીને ચકાસીશું અને તેમને સુરક્ષિત પાછા લાવવા માટે જરૂરી પગલા લઈશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here