મુલાકાત અત્યંત આવશ્યક હોઈ તો સોમ થી ગુરુ સુધીમાં પહેલા એપોઇન્મેન્ટ તેમજ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ જરૂરી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાને કારણે કેસોની સંખ્યામાં રોજ વધારાની સંભાવનાને ધ્યાને લઈ તા.૧૫ એપ્રિલ સુધી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ નાગરિકો, અરજદારોને જિલ્લા પંચાયત કચેરી તેમજ રાજકોટ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીઓમાં અત્યંત આવશ્યક નો હોય તેવા મુલાકાતીઓ, નાગરિકો, અરજદારોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
તા.૧૫ એપ્રિલ સુધી ગ્રામીણ વિસ્તારમાં રહેતા મુલાકાતીઓ, નાગરિકો, અરજદારોએ જિલ્લા પંચાયત રાજકોટ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મુલાકાત લેવી અત્યંત આવશ્યક હોય તો કચેરીના લેન્ડલાઈન નંબર ૦૨૮૧-૨૪૭૬૦૨૨ અથવા વોટ્સએપ નં. ૯૦૩૩૩ ૦૦૧૨૫ અને ૦૨૮૧ – ૨૪૭૭૦૦૮ (જિલ્લા વિકાસ અધિકારી) ઉપર ફોન કરી સોમવાર થી ગુરુવારની એપોઇન્મેન્ટ મેળવી, નિયત દિવસે જિલ્લા પંચાયત ખાતે રેપિડ ટેસ્ટ કરાવીને જ મુલાકાત લેવાની રહેશે.