પબજી ગેમની ખરાબ અસર ઘણા લોકો પર થઇ છે, ઘણા લોકોએ આત્મહત્યા કરી તો ઘણાએ બીજાના જીવ લીધા. પાકિસ્તાનમાં લાહોર શહેરમાં શોકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. આરોપી આખો દિવસ ગેમ રમ્યા કરતો હતો અને ગેમનો સીન રિક્રિએટ કરવાની લ્હાયમાં તેણે બે ફેમિલી મેમ્બર પર ગોળી ચલાવી દીધી.
ઘરનાં ઝઘડામાં તે હિંસક બની ગયો અને ઓપન ફાયરિંગ શરુ કર્યું. આ ફાયરિંગમાં તેની ભાભી અને મિત્રનું મોત થયું. જ્યારે તેની માતા, બહેન અને ભાઈ ઘવાયા છે. આરોપી ક્યાંકથી પિસ્તોલ લઇ આવ્યો હતો અને ગેમમાં જેમ દુશ્મનોને મારે છે તેમ ફેમિલી પર ફાયરિંગ કર્યું હતું.

હાથમાં પિસ્તોલ લઈને ફરતો જોઈને આજુબાજુના લોકો ગભરાઈ ગયા હતા અને તેને પોલીસને હવાલે કર્યો. પોલીસે કહ્યું, ઓનલાઈન ગેમ પબજી લોકોમાં ઘણી ફેમસ છે. ફેમિલી મેમ્બરે તેમના છોકરાઓનું ધ્યાન રાખવું જોઈએ. પબજી ગેમના બંધાણી થતા અટકાવવા જોઈએ. આરોપીએ ગેમનો સીન રિક્રિએટ કર્યો હતો. ક્યાંકથી પિસ્તોલ ખરીદીને ઓપનલી ફાયરિંગ કર્યું હતું.
ભારતમાં તો પબજી ગેમ પર હાલ પ્રતિબંધ છે, પણ શરુઆતના દિવસોમાં અનેક લોકોએ ગેમને લીધે જીવ ગુમાવ્યા છે. ગેમને લીધે યુવકો વધારે અગ્રેસિવ અને વાયોલન્ટ બની ગયા. ગેમર્સને લોકોને ઘરેથી પબજી ગેમની ના પાડતા આત્મહત્યા પણ કરી.