જામનગર અને દેવભૂમિ દ્વારકાના નાળીયેરીની ખેતી કરતા ખેડૂતો જોગ

0
640

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાળીયેરીની ખેતી કરતા તમામ ખેડૂતમીત્રોને જણાવવાનું કે, હાલમાં નાળીયેરી પાકમાં સફેદ માખીનો ખૂબ જ ઉપદ્રવ જોવા મળેલ છે. જેમાં સફેદ માખી નાળિયેરીના પાનમાંથી રસ ચુસી અને ચીકણો સ્ત્રાવ કરે છે જેના કારણે નાળીયેરી પાન પર કાળીફુગનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણના કોઈ પગલાં લેવામાં ના આવે તો નાળીયેરી ધીરે ધીરે સુકાઈ જાય છે. આ જીવાતના નિયંત્રણ માટે બગીચામાં ચોખ્ખાઈ રાખવી તથા બગીચામાં પરજીવી જિવાતો જેવી કે કાળા તથા લાલ દાળીયા, લીલી ફુદડીની વસ્તી વધે તેવા પ્રયત્નો કરવા. પર્યાવરણ માટે સલામત હોય તેવી જૈવિક જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના ૮૦ ગ્રામ અથવા નીમ ઓઇલ ૫૦ મીલી અથવા કરંજ ઓઇલ ૫૦ મીલી પ્રતિ પંપ મુજબ ભેળવી છંટકાવ કરવો. એઝાડીરેકટીન ૨૫ ટકા ૧૫ મીલી અથવા કાર્બોસલ્ફાન ૨૫ ઇસી ૧૫ મીલી દવાને તેટલા જ જથ્થામાં પાણીમાં લઈ પ્લાસ્ટિકની કોથળીમાં નાખી મૂળ દ્વારા માવજત આપવી. જો ખૂબ વધુ ઉપદ્રવ જોવા મળે તો રાસાયણિક જંતુનાશકો જેવી કે એસીટામાપ્રીડ ૨૦ એસપી ૫ થી ૬ ગ્રામ અથવા બાફેનથ્રીન ૧૦ ઇસી ૭.૫ મીલી અથવા સ્પાઇરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૫ થી ૨૦ મીલી પ્રતિ પંપ મુજબ કોઈ એક દવા ભેળવી સમગ્ર ઝાડ આવરી લેવાય તે રીતે છંટકાવ કરવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ:-સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here