સિવીલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માં ભોપાળું રીપોર્ટ માં ગોલમાલ: વિશ્વાસ કેમ કરવો.?

0
332

કોરોના દિન બદીન બેકાબુ અને બેફામ બની રહ્યો છે.ગોંડલ માં પણ કોરોના કહેર મચાવી રહ્યો છે. બીજી બાજું આરોગ્ય તંત્ર રોજીંદા આંકડા છુપાવી રહ્યું છે.આ પરિસ્થિતિમાં લોકોની કફોડી હાલત વચ્ચે સિવિલ હોસ્પિટલ નાં કોવીડ ટેસ્ટ સેન્ટર માં એક મહીલા દર્દી ને એન્ટીજન  ટેસ્ટ નો નેગેટીવ રિપોટઁ અપાયાં બાદ બીજે દિવસે સેન્ટર દ્વારા પોઝીટીવ રીપોર્ટ હોવાનું જણાવતાં મહીલા દર્દી નો પરીવાર હાંફળો ફાંફળો બન્યો હતો.અને કોરોના ખરેખર પોઝીટીવ છે કે નેગેટીવ તે અંગે દ્વિધા અનુભવી રહ્યો છે.કોવીડ સેનટર નાં ભોપાળાં અંગે જવાબદાર તબીબે ‘માણસ થી ભુલ થઇ જાય બીજી વાર ટેસ્ટ કરાવી લ્યો ‘ તેવો બેજવાબદાર બચાવ કરતાં કોરોના ટેસ્ટ ની સચ્ચાઈ અંગે સવાલો ઉઠવાં પામ્યાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ સહજાનંદ નગર નાં યસ ગૃપ નાં પ્રમુખ અને યુવા અગ્રણી દશરથસિહ જાડેજા ના પત્ની ને શરદી,તાવ જેવાં લક્ષણો જણાતાં ખાનગી તબીબ ની સુચના મુજબ સિવીલ હોસ્પિટલમાં ચાલી રહેલાં કોવીડ હેલ્થ સેન્ટર માં કોરોના એન્ટીજન  ટેસ્ટ કરાવાયો હતો.ટેસ્ટ બાદ થોડાં સમય માં તેમને નેગેટીવ રિપોટઁ અપાયો હતો.કોરોના નથી એવાં હાશકારા સાથે દશરથસિહ તથાં તેમનાં પત્ની ઘરે પંહોચ્યા હતાં.

દરમ્યાન બીજે દિવસે સેન્ટર દ્વારા ફોન આવ્યો કે તમે કોરોના પોઝીટીવ છો.આ સાંભળી પરીવાર દંગ રહી જવાં પામ્યું હતું.

ઘટનાં અંગે દશરથસિહ જાડેજા એ જણાવ્યું કે બીજે દિવસે સેન્ટર નાં ડો.ગોયલ દ્વારા ફોન કરી કહેવાયું કે તમારો રિપોટઁ પોઝીટીવ છે.સામે અમોએ દલીલ કરી કે રિપોટઁ નેગેટીવ છે.તો ડો.ગોયલે કહ્યું કે તમે જુઠ્ઠું બોલો છો.તમારાં ઘરે તપાસ કરવી પડશે.

બાદ માં આરોગ્ય તંત્ર દવારા ઘરે ટીમ મોકલાઇ હતી.આ વેળા અમોએ હોસ્પિટલ દ્વારા લેખીતમાં અપાયાલો નેગેટીવ રિપોટઁ બતાવતાં આરોગ્ય ની ટીમ કંઇ પણ જવાબ આપ્યાં વગર તુરંત પરત ફરી હતી.દશરથસિહે વધુમાં જણાવ્યું કે ખરેખર અમે હેરાન છીએ કે શું કોરોના છે કે નહીં? 

બનાવ અંગે બ્લોક હેલ્થ ઓફીસર ડો. ગોયલ નો સંપર્ક કરતાં તેમણે એવું કહ્યું કે માણસ થી ભુલ થઇ જાય બીજી વાર ટેસ્ટ કરાવી લ્યો.

હવે પરિસ્થિતિ એ સર્જાઇ છે કે ભોપાળાં નો ભોગ બનેલો પરીવાર કોરોના પોઝીટીવ છે કે નેગેટીવ તે અંગે રામભરોસે હાલત અનુભવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here