રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 10ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1470 થઈ

0
290

સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગ ચિંતામાં

રાજકોટ. સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયુ છે. રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 10 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે 10 લોકોના મોત થયા હતા. જેથી છેલ્લા 2 દિવસમાં કોરોનાથી 21 દર્દીના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 1470 નોંધાયા છે. ગઈકાલે રાજકોટમા કોરોનાના 52 અને ગ્રામ્યમાં 20 કેસ સહિત 72 કેસ નોંધાયા છે.

ક્રમનામઉં.વ.સરનામુ
1વલ્લભભાઈ ચનાભાઈ દાફડા73સાણથળી, વિસાવદર
2મુકેશભાઈ શાંતિભાઈ છતલા60રૈયારોડ-ડ્રીમ સીટી
3અક્ષય પ્રભાતભાઈ મવર19ભગવતીપરા
4રંગીતાબેન રાજેશભાઈ ચૌહાણ48વેરાવળ-સોમનાથ
5નાનુબેન જગદીશભાઈ ચૌધરી25શિવગઢ-કચ્છ
6શાહબુદીન હબીબભાઈ હાલાણી60દૂધસાગર રોડ, ગુલશન પાર્ક
7ઈકબાલભાઈ ગુલામવસુલ બુખારી54વાંકાનેર
8મનસુખભાઈ ભગવાનજીભાઈ66કુંભારવાડા-જામકંડોકણા
9રૂસ્તમશા બહનિશા દિવાન63સુરેન્દ્રનગર

છેલ્લા 16 દિવસમાં 566 કેસ પોઝિટિવ
રાજકોટમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે પણ તેટલા પ્રમાણમાં ટેસ્ટની સંખ્યા હજુ વધારાતી નથી. કારણ કે, તંત્રને ડર છે કે તેનાથી રાજકોટમાં પણ દરરોજ 100થી 150 કેસ નીકળશે. આ કારણે શહેરમાં જે લોકો બીમાર પડે તેઓ હોસ્પિટલ પહોંચે છે અને સેમ્પલ આપતા પોઝિટિવ આવી રહ્યા છે. આ કારણે છેલ્લા 16 જ દિવસમાં 566 લોકો પોઝિટિવ આવ્યા છે. જ્યારે તેની સરખામણીએ ગ્રામ્યમાં ટેસ્ટિંગ પહેલાથી જ ઓછું કરાવાઈ રહ્યું છે, પણ તેમાંથી પોઝિટિવ ઓછા નીકળતા રેટ 11 ટકાએ છે.

ગ્રામ્ય વિસ્તારમાં 11 ટકા રેટ
ગ્રામ્ય વિસ્તારમાં 11થી 26 જુલાઈ દરમિયાન 2206 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 259 પોઝિટિવ આવતા કેસ ડબલ થઈને 535 થઈ ગયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તાર બન્નેને સાથે ગણતા આ દિવસોમાં 825 કેસ સાથે બન્ને વિસ્તારનો સરેરાશ પોઝિટિવ રેશિયો 18 ટકા જેટલો ઊંચો જ રહ્યો છે.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here