કોરોના નો કહેર ફરી માથું ઉંચકી અજગર ભરડો ભરી રહ્યું છે ત્યારે ગોંડલ ની નજીક આવેલ જામવાળી ગામ માં એકીસાથે 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગામના સરપંચ લીનાબેન પ્રફુલ ભાઈ ટોળીયા દ્વારા તાકીદની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં ઉપસરપંચ વિનોદભાઈ મોણપરા ગ્રામ પંચાયતના સદસ્યો, આરોગ્યના અધિકારીઓ તેમજ તલાટી કમ મંત્રી સહિતનાઓ હાજર રહ્યા હતા ગામમાં વધુ કોરોના ને ફેલાતો અટકાવવા માટે આંશિક lockdown ની જાહેરાત કરવામાં આવી હતી જરૂરી ચીજવસ્તુઓની દુકાનો સવારે 6થી 9 અને સાંજે સાડા પાંચથી આઠ દરમિયાન સરકારી ગાઈડલાઈન્સ મુજબ ખુલ્લી રાખવામાં આવશે ફેરિયાઓ ને સદંતર પ્રવેશબંધી જાહેર કરાઈ છે બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે તેવું યાદીમાં જણાવાયું છે.