વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ એક મહિલા દર્દીનું મૃત્યું થયું છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઇની 64 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે.
ભરૂચમાં વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના રોજેરોજે 20થી 30 જેટલા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 834 ઉપર પહોંચી ગઇ છે.
વડોદરામાં કોરોનાના કેસનો કુલ આંક 4194 થયો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 4194 પર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 3263 દર્દી રિકવર થયા છે અને સત્તાવાર મૃત્યુઆંક 77 થયો છે. વડોદરામાં અત્યારે કુલ 854 એક્ટિવ કેસ છે, જે પૈકી 142 ઓક્સિજન ઉપર અને 43 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 669 દર્દીની હાલત સ્થિર છે.
વડોદરાના આ વિસ્તારોમાં રવિવારે કેસ નોંધાયા
શહેરઃ માજંલપુર, વાધોડીયા રોડ, ગોરવા, આજવા રોડ, પથ્થરગેટ, કારેલીબાગ, વારસીયા, અકોટા, દંતેશ્વર, છાણી, સમા, ફતેગજં , ગોત્રી રોડ, તરસાલી, રીફાઇનરી રોડ, તાંદલજા, સંગમ ચાર રસ્તા, વાસણા રોડ, સુભાનપુરા, રાવપુરા, કલાલી, અટલાદરા
ગ્રામ્યઃ ડભોઇ, પાદરા, કરજણ, અંકોડીયા, રણોલી, ઉંડેરા