ખાનગી અને ST બસના પેસેન્જર પાસેથી દારૂની 146 બોટલ ઝડપાઈ

0
292
  • ચંદ્રાલા નજીક વિવિધ બસમાંથી દારૂ પકડાવવાનો સીલોસીલો યથાવત્
  • દારૂ સાથે ઝડપાયેલા અને દારૂ મંગાવનાર મળી બે શખ્સ સામે ગુનો નોંધાયો

ગાંધીનગર. હિંમતનગર-ચિલોડા હાઈવે પર ચંદ્રાલા પાસે બસમાંથી દારૂ પકડાવવાનો સીલોસીલો યથાવત રહ્યો છે. પોલીસે શનિવારે પણ એક ખાનગી અને એક એસટી બસમાંથી નાની-મોટી 146 બોટલો ઝડપી હતી. ચિલોડા પોલીસનો સ્ટાફ નાઈટ રાઉન્ડમાં હતો ત્યારે રવિવારે વહેલી પરોઢે હિંમતનગર તરફથી આવતી રાજસ્થાન પાસિંગની બસમાં ચેકિંગ કર્યું હતુંઆ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ અંગે બસની ડેકીમાં મુકેલો સામાન ચેક કરતાં બે મિણિયાના થેલામાં પાર્સલ મળ્યા હતા. જે ખોલીને જોતા જૂની સાડીઓની નીચે સંતાડેલો દારૂનો જથ્થો મળ્યો હતો.

પોલીસે દારૂ સાથે પકડાયેલ અને દારૂ મંગાવનાર બંને વિરૂદ્ધ ગુનો નોંધ્યો
ત્યારબાદ આ અંગે પોલીસે પૂછપરછ કરતાં સામાન રાજસ્થાનના અમેઠથી બેઠેલા પેસેન્જરનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગણતરી કરતાં દારૂની નાની-મોટી 122 બોટલો હતી. જેને પગલે પોલીસે પેસેન્જર અંકીતદાસ સુરેશદાસવ વેરાનીની (20 વર્ષ, અમેઠ) દારૂના જથ્થા અંગે પૂછપરછ કરી હતી. બસમાથી પકડાયેલા શખ્સે આ દારૂનો જથ્થો અમદાવાદ ખાતે ચેનસિંગ ગોપાલસીંગ શેખાવતને આપવાનો હોવાનું જણાવ્યુ હતું. જેને પગલે પોલીસે 13,270ની કિંમતનો દારૂ અને 1 ફોન મળી 16,270ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દારૂ સાથે પકડાયેલ અને દારૂ મંગાવનાર બંને વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

એસટી બસમાંથી દારૂની 25 બોટલ મળી આવતા પોલીસે કાર્યવાહી કરી
બીજી તરફ શનિવારે સાંજના સુમારે ચિલોડા પોલીસે હિંમતનગર તરફથી આવેલી એસટી બસમાં ચેકિંગ કર્યું હતું. જેમાં એક પેસેન્જરના થેલામાંથી દારૂની 25 બોટલો મળી આવી હતી. પેસેન્જરનું નામ પૂછતાં તે અરવલ્લી કારસાનો સંદિપ બચુલાલ પરમાર (21 વર્ષ) હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે 11,375ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી વિરૂદ્દ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.આ રીતે હિંમતનગર-ચિલોડા હાઈવે પર ચંદ્રાલા પાસે બસમાંથી દારૂ પકડાવવાનો સીલોસીલો યથાવત રહ્યો છે.ત્યારે પોલીસે ખાસ ચેકિંગ શરૂ કર્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here