ગોંડલ અને ઉપલેટા નગરપાલિકા દ્વારા કરાઇ રહેલા ૮ કામો

0
90

રાજકોટ જિલ્લાની ગોંડલ અને ઉપલેટાની નગરપાલિકાઓ દ્વારા ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ અન્વયે બંને તાલુકાઓમાં ૮ કામો પ્રગતિ હેઠળ છે.

નગરપાલિકાના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગોંડલ ખાતે રેઇન વોટર હાર્વેસ્ટીંગ, શહેરના પાંચ ફિલ્ટર પ્લાન્ટસની સફાઇ, વરસાદી પાણીની લાઇન – ગટર – વોંકળા – બુગદા વગેરેની સફાઇ, પીવાના પાણીની લાઇનોના એરવાલ્વની સફાઇ, શહેરના ડ્રેનેજના ૯૪૩૨ મેઇન હોલની સફાઇ, નહેરો અને નદીમાંથી કચરો, બાવળ, ઝાડી, ઝાંખરાની સફાઇ વગેરે કામગીરી મશીન દ્વારા કરવામાં આવી રહી છે જયારે ભાયાવદર ખાતે મોજ ડેમ આધારિત પીવાના પાણીની મેઇન લાઇનના એરવાલ્વના સમારકામ, તથા ઘંટિયા ડુંગર સ્થિત પીવાના પાણીના સંપની સફાઇ કરવાના કામનો સમાવેશ થાય છે, તેમ ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here