- વાડજમાં મૃતદેહોની અંતિમ વિધી માટે બે ચીમનીઓ શરુ કરવી પડી
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અત્યંત ભયજનક બન્યું છે. ત્યારે શહેરના વિવિધ સ્મશાનોમાં ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ક્યાંક એમ્બ્યુલન્સમાં કલાકોનું વેઈટિંગ છે. તો ક્યાંય ડેડબોડી માટેની વાનમાં પણ વેઈટિંગ છે. શહેરમાં એક સ્મશાનમાં એક સાથે 8 મૃતદેહોને અંતિમવિધી કરવા માટે લાવવામાં આવ્યાં છે. અંતિમ વિધી માટે પણ બે કલાકનું વેઈટિંગ છે. શહેરના વાડજ સ્મશાન ગૃહમાં બંને ચીમની હાલ ચાલી રહી છે. જ્યાં આસપાસ મૃતકોના સ્વજનો કલ્પાંત કરતાં જોવા મળ્યા છે.

વાડજમાં અંતિમવિધી માટે એક સાથે બે ચીમની ચાલુ કરાઈ
એક સાથે 8 મૃતદેહો અંતિમ વિધી માટે તૈયાર
કોરોનાને કાણે હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. દર્દીઓની સંખ્યા વધવાથી બેડ ભરાઈ ગયાં છે. ક્યાંક ઈન્જેક્શનનો સ્ટોક નથી અને ક્યાંક ઓક્સિજન ખુટી ગયાના વીડિયો સામે આવી રહ્યાં છે. આજે અમદાવાદના વાડજ સ્મશાન ગૃહના અતિ હૃદયદ્વાવક વીડિયો પણ સામે આવ્યાં છે. જ્યાં એક સાથે 8 મૃતદેહો અંતિમ વિધી માટે તૈયાર છે. સ્મશાનમાં હાલમાં અંતિમવિધી માટે વેઈટિંગ છે અને સ્વજનો પણ ત્યાં હાજર છે.

વાડજમાં એક સાથે આઠ મૃતદેહોની અંતિમવિધી
થલતેજમાં અંતિમવિધી માટે વેઈટિંગ
આ વખતે સ્મશાનમાં વેઈટિંગ હોવાનું સાબિત થઈ રહ્યું છે. જ્યાં અનેક લોકો ત્યાં હાજર છે. હજી પણ શહેરમાં મોતનો સાચો આંકડો ડરાવે તેવો છે. પણ તેના પર તંત્ર દ્વારા ક્યાંક આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદના થલતેજ સ્મશાનમાં પણ કોરોનાની અંતિમ વિધી માટે વેઈટિંગ છે અને લોકો પોતાના સ્વજનના મૃતદેહની અંતિમવિધી કરવાનો વારો ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા છે.