રાજભવન સામે “લોકશાહી બચાવો બંધારણ બચાવો”ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના નેતાઓની અટકાયત

0
92

ગાંધીનગર. પોલીસે રાજભવન ખાતે મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી છે. પોલીસે અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓની અટકાયત કરી છે. નોંધનીય છેકે, રાજસ્થાનની ગેહલોત સરકાર પાસે બહુમતી હોવા છતાં વિધાનસભા સત્ર બોલાવવાની પરવાનગી ન મળતા કોંગ્રેસે વિરોધ કર્યો હતો. જેના પગલે આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદો તેમજ કાર્યકરો રાજભવન પાસે વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયા હતા. જોકે પોલીસે મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરવા પર તમામની અટકાયત કરી છે.

રાજ્ય સરકારોને ઉથલાવવા માટે ગંદી રમત રમી રહ્યા છે, તે ખૂબ શરમજનક છે: પરેશ ધાનાણી
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, દેશને લોકશાહી મૂલ્યો પર ભાજપ તરફથી એક અભૂતપૂર્વ હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે. એક પછી એક રાજ્યોમાં ભાજપ નાણાં, ધાકધમકી અને બંધારણીય માળખાનો દુરૂપયોગ કરી લોકશાહી પદ્ધતિથીચૂંટાયેલી સરકારોને ઊથલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેનાથી વધુ નિંદનીય એ છે કે, આખો દેશ કોવિડ-19 મહામારી અને અગણિત મુશ્કેલીઓ હેઠળ છે, ત્યારે ભાજપ લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારોને ઊથલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કોવિડ –19 મહામારી દરમિયાન પણ ભાજપે મધ્યપ્રદેશમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી કોંગ્રેસની સરકારને ઉથલાવી તેવી જ રીતે, જેણે કોવિડ-19 મહામારી સામે સફળતાપૂર્વક લડત માટે વિશ્વભરમાંથી પ્રસંશા મેળવી છે તેવી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર જેવી કાર્યક્ષમ રાજ્ય સરકારોને ઉથલાવવા માટે ગંદી રમત રમી રહ્યા છે, તે ખૂબ શરમજનક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here