રાજકોટ : તા.૦૭ અને ૦૮ એપ્રિલનાં રોજ RMC અને અન્ય સંસ્થાઓનાં સહયોગથી વેક્સિન કેમ્પ યોજાયા.

0
326

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના સામે લડવા લોકોમાં ઇમ્યુનીટી વધે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી કોરોના સામે વેક્સિન આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વધુમાં વધુ લોકો વેક્સિન લ્યે તે માટે માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત ચિંતિત છે. રાજકોટ મહાનગરપાલિકા પણ સરકારની ગાઈડલાઈન મુજબ ૪૫ વર્ષથી વધુ ઉમરના લોકોને વેક્સિન આપવાનું અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવા શુભ આશયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓને જોડી વેક્સિનેશનની સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે.

તા.૦૭/૦૪/૨૦૨૧નાં રોજ લુહાર હિતેચ્છુ મંડળ-રાજકોટ, રાજકોટ વાલ્મિકી ક્લબ, રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર, એસ્ટ્રોન કો-ઓપ.હાઉસિંગ સોસાયટી લિ., રાજકોટ વાલ્મિકી ક્લબ, જેમ્સી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, લાડી લોહાણા સિંધી પંચાયત ટ્રસ્ટ તેમજ નવયુવાન મંડળ તથા મહિલા મંડળ, રામ સોસાયટી, નમો બુદ્ધાય ફાઉન્ડેશન, સ્વામિનારાયણ ગુરૂકુળ ઇન્ટરનેશનલ સ્કુલ, તેમજ તા.૦૮/૦૪/૨૦૨૧નાં રોજ કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટ, ગૌસ્વામી સમાજ, પાર્થ વિદ્યાલય રેલનગર, વોર્ડ નં.૧૦, વોર્ડ નં.૧૧, વોર્ડ નં.૧૭ વિગેરે સંસ્થાઓ દ્વારા વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ.રાજેશ્વરીબેન ડોડીયા, કોર્પોરેટર અનિતાબેન ગૌસ્વામી, નરેન્દ્રભાઈ ડવ, તેમજ કોર્પોરેશનના અધિકારીઓ તથા સંસ્થાના હોદેદારઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here