ગોંડલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દરદી ઓની લાંબી લાઈનો લાગી રહી છે ત્યારે કોરોનાથી એક સ્ત્રી અને બે પુરુષ ના મોત નિપજતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
કોરોનાનો કહેર ગોંડલ શહેર તેમજ પંથકમાં દેખાઈ રહ્યો છે ત્યારે અત્રેના સહજાનંદ નગરમાં રહેતા અંજનાબેન ભાવિનભાઈ ચાવડા ઉ.વ. 46 ની કોરોનાની સારવાર રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ચાલી રહેલ હતી જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું તેમજ કૈલાશબાગ સોસાયટીમાં માં રહેતા કિશોરભાઈ નાગજીભાઈ ભાદાણી ઉ.વ. 60 ની સારવાર સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતે ચાલી રહી હતી પરંતુ સારવાર કારગર સાબિત ન થતા તેમનું પણ મોત નિપજતા ગોંડલ મુક્તેશ્વર સેવા ટ્રષ્ટ સંચાલિત સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી.
જ્યારે ભટ્ટ ગોપાલજી ની શેરી ખાતે રહેતા અને કૈલાશબાગ મેઈન રોડ ઉપર હાર્ડવેર ની દુકાન ધરાવતા હાતીમભાઈ તૈયબભાઈ માત્ર ચાર દિવસ પહેલા જ કોરોના ની ઝપટે ચડ્યા હતા સારવાર લઈ હોમ કોરન્ટાઇન થયા હતા દરમ્યાન તબિયત લથડતા તેઓનું પણ મોત નિપજતા વ્હોરા સમાજમાં શોક ફેલાવા પામ્યો હતો.