રેમડેસિવિર ઇન્જેક્શન લેવાં જોઈએ?, વાયરસ પાછળ કોણ જવાબદાર?, વેક્સિન લેવી કે ન લેવી? જાણો ડોક્ટર્સના જવાબ

0
411
  • કોવિડ-19 ટાસ્કફોર્સ સાથે જોડાયેલા રાજ્યના તબીબો સાથે દિવ્યભાસ્કરની ખાસ વાતચીત

સમગ્ર ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે દરેક પરિવારનું ક્યાંક કોઈ નજીકનું સ્વજન કોરોનાથી સંક્રમિત થઈ રહ્યું છે. એવા સમયે લોકડાઉન કરવું કે ન કરવું, વેક્સિન લેવી કે ન લેવી એની સાથે હાલ હાથમાંથી જઇ રહેલી પરિસ્થિતિને કારણે લોકો પરેશાન છે. એવા સમયે હવે કોવિડ-19 ટાસ્કફોર્સ સાથે જોડાયેલા રાજ્યના નિષ્ણાત તબીબોએ આવા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

પ્રશ્ન: કોરોના કન્ટ્રોલ કરવા માટે લોકડાઉન કરવું જોઈએ, કઈ બાબત પર ધ્યાન આપવું જોઈએ?

જવાબ: ડો. તેજસ પટેલ

– કોરોનાને રોકવા માસ્ક પહેરવું, હેન્ડ સેનિટાઇઝ કરવું અને ટોળાં ભેગાં ન કરો

– કોરોના વેક્સિન લેવાથી કોરોના નથી થતો એવું નથી, પરંતુ બીજીવાર કોરોના થાય તો ઝડપી રિકવરી અને મૃત્યુદર ઓછો થાય છે

– લોકડાઉન એ કોરોનાથી બચવાનો ઉપાય કે જવાબ નથી.

સંક્રમણને રોકવા માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.

સંક્રમણને રોકવા માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.

પ્રશ્ન: કોરોના જલદી કન્ટ્રોલ કરવા શું કરવું જોઈએ અને શું તકેદારી રાખવી પડે?

જવાબ: ડો. વી. એન શાહ

– માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એ માટે ગામે ગામે અને તાલુકા તાલુકાએ કમિટી બનાવવી જોઈએ.

– નવો સ્ટ્રેનનો વાયરસ છે અને વેક્સિનનો એક ડોઝ લેવાથી વ્યક્તિ કોરોનાથી બચી શકે છે

પ્રશ્ન: વધતા કોરોનાની પાછળ કયું કારણ જવાબદાર છે, શું ધ્યાન રાખવું જોઈએ?

જવાબ: ડો. દિલીપ માવલંકર

– કોરોનાથી બચવા માટે ઘરની બહાર હવે કામ વગર ન નીકળો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને પબ્લિક ગેધરિંગ બંધ કરવું જોઈએ

– બે માસ્ક પહેરવું પડે એવી સ્થિતિ ઊભી થઇ છે. પહેલાં કરતાં ત્રણ ગણો ઝડપથી વાયરસનો ​​​​​નવો સ્ટ્રેન વધી રહ્યો છે

– કોરોના માટે RT-PCR ટેસ્ટ જ જરૂરી છે

રેમડેસિવિર ઈન્જેક્શન લેવા લોકો લાઈનો લાગે છે.

રેમડેસિવિર ઈન્જેક્શન લેવા લોકો લાઈનો લાગે છે.

પ્રશ્ન: રેમડેસિવિર ઇન્જેક્શનની હાલ ખૂબ ડિમાન્ડ છે તો એનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?

જવાબ: ડો. અતુલ પટેલ

– રેમડેસિવિર ઈન્જેકશન કોરોનાની દવા નથી, દરેક દર્દીએ લેવાની જરૂર નથી. જેનું ઓક્સિજન 94 નીચે હોય અને શ્વાસ લેવામાં તકલીફ હોય, એક વાક્ય પણ ન બોલી શકે તેમણે જ લેવું જોઈએ.

– રેમડેસિવિર ઇન્જેક્શનથી જીવ નથી બચતો, પરંતુ એની રિકવરી ઝડપથી થાય છે. કોરોના જે વ્યક્તિને થયો છે અને પોતે જો સામાન્ય લક્ષણ ધરાવે છે તો કોઈ દવાની જરૂર નથી. હોમ આઇસોલેટ થઈ જવું જોઈએ. ઓક્સિજન ઓછું હોય અને શ્વાસ લેવામાં તકલીફ હોય તેઓ જ હોસ્પિટલમાં દાખલ થાય અને દવાની જરૂર છે.

પ્રશ્ન: કયા સંજોગોમાં હોમ આઇસોલેશન કરી શકાય?

જવાબ: ડો. તુષાર પટેલ

– જેને સામાન્ય લક્ષણો છે તેવા દર્દીઓએ હોમ આઇસોલેટ થઈ ઘરે જ સાચવણી કરવી જોઈએ. હોમ આઇસોલેટ દરમિયાન તાપમાન અને ઓક્સિજન લેવલ માપવું જોઈએ અને જો 100 ઉપર તાવ આવે તો પેરાસિટામોલ દવાની ગોળી લેવી જોઈએ.

બીજા વેવમાં કોરોનાની વધારે ગંભીર સ્થિતિ છે.

બીજા વેવમાં કોરોનાની વધારે ગંભીર સ્થિતિ છે.

પ્રશ્ન: બીજા વેવમાં કોરોનાની શું અસર છે અને ગંભીર દર્દીઓની સ્થિતિ કેવી કઈ શકાય?

જવાબ: ડો. મહર્ષિ દેસાઈ

– દરેક દર્દીની તાસીર અને ઇમ્યુનિટી અલગ હોય છે, જેથી તેમના ગંભીર હોવાના કિસ્સા પણ અલગ હોય છે.

– પહેલાંના કોરોનાના વેવ કરતાં બીજા વેવમાં દર્દીઓની સ્થિતિ જલદી ગંભીર બની જાય છે.

– દરેક દર્દીએ કોરોનામાં ડોકટરની સલાહ માનવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here