જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરતા મંત્રી જયેશભાઇ રાદડીયા

0
490

કોરોના સંક્રમણની સાંકળ તોડવા શું શું કરી શકાય, તે અંગે વેપારી મંડળો, આગેવાનો અને વહીવટીતંત્ર સાથે આજે જેતપુર મામલતદાર કચેરીના સભાખંડમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ સમીક્ષા બેઠક યોજી હતી, અને તેમના મંતવ્યો જાણ્યા હતા.

રાજ્યમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખી રાજયસરકાર દ્વારા વિવિધ તકેદારીના પગલાં લઈ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે એ સંદર્ભે જેતપુરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અંગે વધુમાં વધુ સાવચેતી રાખવામાં આવે અને તકેદારીરૂપે આગામી દિવસોમાં સ્વૈચ્છિક રીતે શું શું કરી શકાય, તે અંગે મંત્રી જયેશભાઇ રાદડિયાએ જેતપુર ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર શહેરના વિવિધ વેપારી મંડળો, માર્કેટિંગ યાર્ડના આગેવાનો અને વહીવટીતંત્રને સાથે રાખીને કોરોના સંક્રમણ સામે લોકોની સુરક્ષા વધે એ બાબતે સમીક્ષા કરી હતી અને સંસ્થાઓ તેમજ આગેવાનોના મંતવ્યો મેળવ્યા હતા.

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આગામી દિવસોમાં આ તમામ વેપારી મંડળો અને સંસ્થાઓએ સાથે મળીને સ્વૈચ્છિક રીતે જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકના લોકો માટે શું કરવું તેનો નિર્ણય સંસ્થાઓ દ્વારા જ કરવામાં આવે, તેમ મંત્રીએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે જે લોકો રોજેરોજનું કમાઈને પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેવા નાના લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને નાના ધંધા-રોજગારને પણ અસર ન થાય તે પ્રમાણે સ્વૈચ્છિક રીતે સંસ્થાઓ સાથે મળી સંક્રમણને રોકવા માટે આગામી દિવસોમાં નિર્ણય કરે, જેનાથી કોરોના સામે લોકોની સુરક્ષા વધે, તે મુજબ સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવા મંત્રીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું. અને હાલ જે વેક્સિનેશનની કામગીરી થઈ રહી છે તેને હજુ વધુ વેગ મળે તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસીકરણનો વ્યાપ વધે તેવા પ્રયાસ જરૂરી છે, તેમ મંત્રી એ જણાવ્યું હતું અને લોકો રસીકરણ માટે રસીકરણ બુથ સુધી આવે તે માટે સ્થાનિક સંસ્થાઓ સહભાગી બને તેવી અપીલ કરી હતી.

અપ્રસંગે જેતપુર શહેર મામલતદાર વિજય કારીયા, જેતપુર ગ્રામ્ય મામલતદાર ડી. એ. ગિણોયા, જેતપુર સિટી પી.આઈ, જે.બી. કરમુર, બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર સાપરિયા, જેતપુર માર્કેટિંગ યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વસંત પટેલ, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા, અગ્રણી સુરેશભાઈ સખરેલીયા, સુભાષભાઈ બાંભરોલીયા, દિનકરભાઈ ગુંદરિયા, રામભાઈ જોગી, ઉમેશભાઈ પાદરીયા, પ્રવીણભાઈ ગજેરા સહિત વિવિધ વેપારી મંડળોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here