વાહ જનાબ!!: કાકાની સારી સારવાર માટે નકલી IPS બનનાર યુવકને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો, વાંચો વિગતે

0
1771

નકલી આઇપીએસ અધિકારીની (Fake IPS Officer) ધરપકડ કરવામાં આવી છે. શહેરના સિવિલ હોસ્પિટલ ખાતેથી આરોપી સંકેતભાઈ રાજકુમાર મહેતાની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી બોગસ તબીબો નકલી પોલીસ ઝડપાય છે. પરંતુ રાજકોટ શહેર પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત નકલી આઇપીએસ અધિકારીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

પીએસઆઇ વનરાજ સિંહ જાડેજા અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજકોટ સરકારી પીડીયુ હોસ્પિટલ ખાતે આવેલા કોરોના કંટ્રોલ રૂમ ખાતે છેલ્લા ચારેક દિવસથી એક વ્યક્તિ પોતે આઇપીએસ અધિકારી હોવાનું જણાવી રહ્યો છે.

જે બાબતની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખરાઇ માટે કોરોના કંટ્રોલ રૂમ ખાતે પહોંચી હતી. જ્યાં આઇપીએસ અધિકારી હોવાની ઓળખ આપતા વ્યક્તિની પૂછપરછ કરતા તેને પ્રથમ પોતે આઇપીએસ અધિકારી હોવાનું જણાવ્યું હતું તેમ જ પોતાનું આઈ કાર્ડ પણ બતાવ્યું હતું. જે બાબતે તેની વધુ પુછપરછ કરતા પોતે આઇપીએસ અધિકારી નહીં હોવાનું તેમજ બોગસ બનાવટી આઇકાર્ડ આઇપીએસ અધિકારી નું પોતાના નામનું બનાવ્યું હોવાનું કબૂલ્યું હતું.

આરોપી સંકેત રાજકુમાર ભાઈ મહેતા પાસેથી તેના નામ અને ફોટાવાળું આઇપીએસ અધિકારી હોવાનું આઈ કાર્ડ તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ દસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે જણાવતા વીરલ ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપીએ બીએસસી બાયોટેકનોલોજી સુધીનો અભ્યાસ કરેલ છે. આરોપી હાલ પોતે જામનગર નેસ્લે ઈન્ડિયા કંપની માં nutrition ઓફિસર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here