દેશ માં 14.36 લાખ કેસઃ 24 કલાકમાં લગભગ 49 હજાર દર્દી વધ્યા, આ એક દિવસમાં સંક્રમિતોનો બીજો સૌથી મોટો આંકડો

0
308
  • દેશમાં એક્ટિવ કેસ 4 લાખ 84 હજારથી વધુ, અત્યાર સુધી 32 હજાર 812 લોકોનો મોત
  • મધ્યપ્રદેશમાં રવિવારે સૌથી વધુ 9,431 કેસ સામે આવ્યા, 7,627 કેસ સાથે આંધ્રપ્રદેશ બીજા નંબરે

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 14.36 લાખને પાર થઈ ગયો છે. રવિવારે 48 હજાર 931 કેસ સામે આવ્યા હતા. આ સંક્રમિતોનો બીજો સૌથી મોટો આંકડો છે. આ પહેલા શનિવારે પહેલી વખત 50 હજાર 72 સંક્રમિત વધ્યા હતા. સતત 5 દિવસથી 45 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે. સતત ચોથા દિવસે 48 હજારથી વધુ કેસ વધ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 48 હજાર 931 કેસ સામે આવ્યા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 14 લાખ 36 હજાર 18 થઈ ગઈ છે.

સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ 9 લાખને પાર થઈ ગઈ છે. 24 કલાકમાં 31 હજાર 501 સંક્રમિત સાજા થયા છે. રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 9 લાખ 18 હજાર 734 થઈ ગઈ છે. આ સાથે જ સંક્રમણથી 32 હજાર 810 દર્દીઓના મોત પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 9431 કેસ મહારાષ્ટ્રમાં આવ્યા છે. 7627 નવા દર્દીઓ સાથે તમિલનાડુ બીજા નંબરે રહ્યું છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

બેંગલુરુમાં કોરોનાના 3 હજાર દર્દી ગુમ
બેંગલુરુ મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેરમાં ત્રણ હજાર કોરોના દર્દીઓ સાથે સંપર્ક થઈ રહ્યો નથી. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની શોધનું કામ ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, આ લોકોએ ટેસ્ટિંગ વખતે ખોટા ફોન નંબર આપી દીધા હતા. જેના કારણે તેમને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. કર્ણાટકમાં અત્યાર સુધી 90,942 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ 24 કલાકમાં 874 નવા દર્દી મળ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 27 હજાર 800 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13 હજાર 752 સેમ્પલની તપાસ કરાઈ છે. જેમાંથી 168 સેમ્પલ રિજેક્ટ થયા હતા. હવે રાજ્યમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 7857 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રઃ અહીંયા સંક્રમિતોની સંખ્યા 3.75 લાખને પાર થઈ ગઈ છે. એક દિવસમાં 9431 નવા સંક્રમિત સામે આવ્યા છે. 267 લોકોના મોત થયા છે. સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમણથી મરનારા લોકોની સંખ્યા 13 હજાર 656 થઈ ગઈ છે. રાજ્યમાં રિકવરી રેટ 56.74 ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુદર 3.63 ટકા છે. રાજ્યમાં 9 લાખ 8 હજાર 420 લોકો હોમ ક્વોરન્ટિન અને 44 હજાર 276 લોકો સંસ્થાગત ક્વોરન્ટિન છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ 3260 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 66 હજાર 988 પર પહોંચી ગઈ છે. જેમાંથી 41 હજાર દર્દી સાજા થઈ ચુક્યા છે. અહીંયા અત્યાર સુધી 18 લાખ 34 હજાર 297 સેમ્પલની તપાસ કરાઈ છે. રેકોર્ડ 1 કરોડ 37 લાખ ઘરોનો સર્વે કરાયો છે, જેમાં 6 કરોડ 96 લાખ લોકો રહે છે.

બિહારઃ રાજ્યમાં 24 કલાકમાં 2605 નવા સંક્રમિત મળ્યા છે જ્યારે 17 લોકોના મોત થયા છે. દરભંગાના SSP સહિત 14 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. SSP બાબૂ રામે પોતે આ અંગેની માહિતી આપી છે. તે સતત બીજી વખત પોઝિટિવ મળી આવ્યા છે. રાજ્યમાં હવે સંક્રમિતોનો આંકડો 38 હજાર 919 થઈ ગયો છે. જેમાંથી 26 હજાર 308 લોકો સાજા થયા છે, જ્યારે 249 લોકોના મોત થયા છે. 12 હજાર 361 લોકોની હાલ સારવાર ચાલી રહી છે.

રાજસ્થાનઃ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1132 નવા કેસ આવ્યા છે. જેમાં જોધપુરમાં 239, અલવરમાં 150 બીકાનેરમાં 82, જયપુરમાં 71, કોટામાં 68, ઝાલાવાડમાં 50, ભરતપુરમાં 49, નાગૌરમાં 49, પાલીમાં 45, ધૌલપુરમાં 37, ચુરુ અને અજમેરમાં 36-36, ઉદેયપુરમાં 33, બૂંદીમાં 29, બાડમેરમાં 28, કરૌલીમાં 23, સીકરમાં 20, ઝૂંઝનૂમાં 14, બારાં અને જાલૌરમાં 11-11 કેસ સામે આવ્યા છે.