જૂનાગઢ : વિલીંગ્ડન ડેમ, ભવનાથ વિસ્તારમાં શનિ, રવિ અને જાહેર રજાના દિવસો દરમ્યાન સહેલાણીઓને પ્રવેશ નહીં

0
332


જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા ગઈકાલે એક જાહેરનામુ બહાર પાડી અને જૂનાગઢ શહેરના ફરવાલાયક સ્થળ વિલીંગ્ડન ડેમ તેમજ ભવનાથ તિર્થક્ષેત્ર તથા પર્યટન વિસ્તારમાં શનિ, રવિના દિવસો તેમજ જાહેર રજાના દિવસો દરમ્યાન જૂનાગઢ શહેરના તેમજ બહારગામાથી આવનારા સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે અને ૩૦ એપ્રિલ સુધી આ હુકમ જારી રહેશે.

હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોરોનાની બીજી લહેર ખુબ જ ખતરનાક અને ઘાતક સાબિત થઈ રહી છે. ગુજરાતભરમાં અને દેશભરમાં હાહાકાર મચાવેલ છે. હોસ્પીટલના સ્મશાનના દ્રષ્યો રડાવી જાય છે તો બીજી તરફ સ્મશાનમાં પણ મૃતદેહોના ઢગલા થતા હોવાના કરૂણ દ્રષ્યો ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં જાેવા મળી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ કોરોનાનો કહેર આક્રમક બની રહયો છે.

ગઈકાલની વાત કરીએ તો સોનાપુર સ્મશાન ખાતે એકથી વધારે મૃતદેહો અંતિમ વિધિ માટે આવ્યા હતા તેમાંથી કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહો તેમજ અન્ય કારણસર મૃત્યુ પામેલા મૃતદેહો પણ આવ્યા હતા અને સોનાપુર સ્મશાન ખાતે અંતિમ વિધિ માટે વેઈટીંગના દ્રષ્યો સર્જાયા હતા. આવી પરિસ્થિતિ જૂનાગઢ શહેર અને જિલ્લાની છે. કોવિડના સત્તાવાર આંકડા જાેઈએ તો ગુરૂવારના દિવસે ૭૭ કેસ નોંધાયા હતા જયારે ગઈકાલ એટલે કે શુક્રવારે જાેઈએ તો ૮૯ જેટલા કેસો કોરોનાના નોંધાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે ત્યારે વધુ સાવચેતી અને તકેદારી રાખવાની જરૂરીયાત છે.

દરમ્યાન જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા ગઈકાલે તાત્કાલીક અસરથી એક જાહેરનામું બહાર પાડી અને હાલની નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારીને ફેલાતી અટકાવવા માટે જૂનાગઢ શહેરના ફરવાલાયક સ્થળ એવા વિલીંગ્ડન ડેમ કે જયાં જૂનાગઢ શહેર તથા બહારગામથી આવતા સહેલાણીઓ માટે શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસો દરમ્યાન અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં પણ જૂનાગઢ શહેર તથા બહારના સહેલાણીઓની શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસો દરમ્યાન અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે અને આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ પ્રતિબંધાત્મક જાહેરનામુ તા. ૧૦-૪-ર૦ર૧થી તા. ૩૦-૪-ર૦ર૧ સુધી અમલમાં રહેશે તેમ જણાવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં ઉછાળો આવી રહયો છે ત્યારે કોરોના કેસના ટેસ્ટીંગ અને વેકસીન મુકાવવાની કામગીરી પુરજાેશથી થઈ રહી છે.\

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here