રાજકોટમાં હોમ આઈસોલેશનમાં રહી શકશે કોરોના પોઝિટિવ દર્દીઓ, RMC આપશે ફ્રી સારવાર

0
383

અનલોકમાં રાજકોટમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમાં પણ છેલ્લા 1 સપ્તાહમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આજે પણ રાજકોટમાં 10 દર્દીના મોત થયા છે. તેવામાં આજે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે પત્રકારોને સંબોધી મહત્વની જાહેરાત કરી હતી. 

આરએમસી કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે આવતી કાલથી રાજકોટમાં કોરોનાના એસિમ્ટોમેટિક દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહી અને સારવાર લઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે એવા દર્દીઓ કે જેમને કોઈ લક્ષણો નથી અને તેમની હાલત સ્ટેબલ છે તેવા દર્દીઓના ઘરે આઈસોલેશનની વ્યવસ્થા છે તો તેઓ તેમના ઘરે રહી સારવાર લઈ શકે છે. તેમને તમામ સારવાર ફ્રીમાં આરએમસી અપાવશે. જો ઘરે સારવાર દરમિયાન દર્દીની તબિયત ખરાબ થાય તો તેમને હોસ્પિટલ ખસેડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here